Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોલીવુડ અભિનેતા પૉલ ન્યૂમેનનું નિધન

હોલીવુડ અભિનેતા પૉલ ન્યૂમેનનું નિધન

ભાષા

વોશિગ્ટન , રવિવાર, 28 સપ્ટેમ્બર 2008 (12:36 IST)
હોલીવુડનાં મશહૂર અભિનેતા પૉલ ન્યૂમેનનું શનિવારે અવસાન થયું હતું. તે 83 વર્ષનાં હતાં અને, છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની બિમારીથી પીડાતાં હતાં.

ન્યુમેને લગભગ 60 ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં કેટ ઓન અ હાટ, ટીન રફ, ધ હસ્ટલર બુચ, કૈસિડી અને સનડેન કિડ વગેરે જેવી ફિલ્મોમાં દર્શકોને પોતાની શાનદાર અદાકારીને લાભ આપ્યો હતો.

પોતાની ફિલ્મી કેરીયરમાં તેણે પોતાની એક્ટીંગ માટે તેમણે 9 વખત ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતાં. તેમજ 1986માં ધ કલર ઓફ મની માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati