Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુમલાખોર અફઘાનિસ્તાની નીકળ્યો !

હુમલાખોર અફઘાનિસ્તાની નીકળ્યો !

ભાષા

લાહોર , મંગળવાર, 31 માર્ચ 2009 (11:57 IST)
લાહોર નજીકની એક પોલીસ એકેડેમીમાં ગઇ કાલે કરાયેલા ખતરનાક હુમલામાં પડકાયેલ એક આતંકીની પુછપરછ દરમિયાન તે અફઘાનિસ્તાની હોવાનું ખુલ્યું છે.

પાકિસ્તાનના આંતરિક મંત્રાલય પ્રમુખ રહેમાન મલિકે પત્રકારોને કહ્યું હતું કે, મનાવામાં પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રમાં કરાયેલા હુમલાનું ષડયંત્ર દક્ષિણ વજીરીસ્તાનમાં રચવામાં આવ્યું હતું અને પાકિસ્તાની કબાયલી વિસ્તારમાં ઉગ્રવાદી સીમી પાર આતંકીઓ પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, એક શંકમદને એ સમયે ગ્રેનેડ સાથે પકડવામાં આવ્યો કે જ્યારે આતંકવાદીઓની વિરૂધ્ધમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલા હેલીકોપ્ટરને આ શખ્સ નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ શખ્સ અફઘાનિસ્તાનના પૂર્વી પકતિયા પ્રાંતનો છે.

Share this Story:

Follow Webdunia gujarati