Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું 'ફેશન આઈકન' નહી - હિના

હું 'ફેશન આઈકન' નહી - હિના
લાહોર , શુક્રવાર, 29 જુલાઈ 2011 (15:40 IST)
.
PTI
પાકિસ્તાનની વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર એ ભલે નવી દિલ્લીનુ ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હોય, પરંતુ ભારતીય મીડિયા દ્વારા 'ફેશન આઈકન'ના રૂપમાં રજૂ કરવાથી કદાચ તે ગુસ્સામાં છે.

નવી દિલ્લીની ત્રણ દિવસીય યાત્રા પછી સ્વદેશ પરત ફરેલી પાકિસ્તાનની સૌથી યુવા અને પ્રથમ મહિલા વિદેશ મંત્રીએ ભારતના મુખ્ય છાપામાં પોતાના કવરેજ વિશે પૂછતા ગુસ્સામાં પ્રતિક્રિયા વ્યક્ત કરી.

હિનાએ લાહોર હવાઈમથક પહોંચતા એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે તમે જોઈ શકો છો કે 'પાપરાજી' દરેક સ્થાન પર છે. તમે લોકોએ આ પ્રકારનો વ્યવ્હાર ન કરવો જોઈએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે નવી દિલ્લી યાત્રા દરમિયન મીડિયાએ તેમના ફેશન પર નિકટ નજર રાખી.

ટિપ્પ્ણી - પાકિસ્તાન વિદેશ મંત્રી હિના ખારને જોઈને મીડિયા ભૂલી ગઈ છે કે આ એ જ દેશની સ્ત્રી છે જે દેશના વ્યક્તિ કસાબ એ અને તેના જેવા કેટલાય આતંકવાદીઓએ ભારતના કેટલાય નિર્દોષ લોકોના જીવ લીધા છે. મીડિયાએ એક સુંદર સ્ત્રીને નજરમાં રાખીને તેને એક મોડલ અને ફેશન આઈકોનના રૂપમાં ભારતીય મીડિયામાં કવરેજ આપીને રાતોરાત પ્રસિદ્ધિ આપી દીધી છે. શુ ભારતીય મીડિયા એ ભૂલી ગયુ છે કે પાકિસ્તાનની આ વિદેશ મંત્રી ભારત-પાક વચ્ચે આતંકવાદ જેવા ગંભીર મુદ્દાની ચર્ચા કરવા આવી છે, શુ આની પાછળ પણ પાક.ની કોઈ રાજનીતિ તો નથી ? મિત્રો આપ આ વિશે શુ વિચારો છો ? આપના મંતવ્યો આવકાર્ય

Share this Story:

Follow Webdunia gujarati