Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાહોર બ્લાસ્ટ કેસમાં ભારતીયની ધરપકડ

લાહોર બ્લાસ્ટ કેસમાં ભારતીયની ધરપકડ

ભાષા

ઈસ્લામાબાદ , ગુરુવાર, 25 ડિસેમ્બર 2008 (13:17 IST)
પાકિસ્તાની જાસુસી એજન્સીઓએ દાવો કર્યો છે કે લાહોરનાં હાઈસિક્યોરિટી ઝોનમાં થયેલા એક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેણે એક ભારતીયની ધરપકડ કરી છે.

સ્થાનિક ટીવી ચેનલોનાં જણાવ્યા મુજબ આ શખ્સનું નામ મુનીર ઉર્ફે સતિષ આનંદ શુક્લા છે. તે કોલકત્તાનો રહેવાસી છે.
આ ઉપરાંત કેટલાંક રીપોર્ટનાં જણાવ્યા મુજબ આ વ્યક્તિ પહેલાં લંડન સ્થિત ભારતીય હાઈકમિશ્નરમાં કામ કરતો હતો. તેની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.

લાહોરમાં થયેલા કાર બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું હતુ. જ્યારે ચાર લોકોને ઈજાગ્રસ્ત બન્યા હતા. આ બ્લાસ્ટ બુધવારે સવારે લાહોરમાં સરકારી કાર્યાલય નજીક થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati