Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લંડનમાં ગુજરાતી મહિલા બેંકર કુંતલ પટેલની આતંકીની શંકામા ધરપકડ

લંડનમાં ગુજરાતી મહિલા બેંકર કુંતલ પટેલની આતંકીની શંકામા ધરપકડ
લંડન , શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (11:23 IST)
P.R
ભારતીય મૂળની કે મહિલા બેંકરને લંડનમાં આતંકવાદી હોવાના શંકા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વોર્કલેજ બેંકમાં કામ કરનારી કુંતલ પટેલ નામની આ મહિલાને આતંકવાદ નિરોધક અભિયાન હેઠલ રવિવારે તેના પૂર્વી લંડન સ્થિત રહેઠાણ પર છાપા મારવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.

બાર્કલેજ બેંકમાં કામ કરનારી આ મહિલા થેમ્સ મેજીસ્ટ્રેટ બેન્ચમાં સામેલ મેજીસ્ટ્રેટ મીના પટેલની પુત્રી છે. જે પૂર્વ દિલ્હીમાં જ ટેમ્સ મેજીસ્ટ્રેટ કોર્ટની પીઠમાં બેસે છે. મેટ્રોપોલિટ પોલીસે એક નિવેદનમાં કહ્યુ છે કે 36 વર્ષીય મહિલાને આતંકવાદ નિરોધક અભિયાન હેઠળ એક અપરાધમાં સંકળાયેલ હોવાના શંકા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલની સ્થિતિમાં અમે વધુ કશુ બતાવવાની સ્થિતિમાં નથી. 20 વર્શથી વધુ સમયથી જાણતા સ્થાનીક પાર્ષદ રૉન મેનલે પટેલ પરિવામે એલ ઈમાનદાર હિન્દૂ પરિવાર બતાવાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati