Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોડ અકસ્માતમાં ચાર બાળકોના મોત, 26 ઘાયલ

રોડ અકસ્માતમાં ચાર બાળકોના મોત, 26 ઘાયલ

ભાષા

મધ્ય ચીનમાં એક તળાવમાં એક શાળાની બસ ડૂબી જતા ચાર બાળકો મૃત્યુ પામ્યા અને 26 ઘાયલ થઈ ગયા.

શિનહુઆ સંવાદ સમિતિએ સ્થાનીક અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે હુનાન શહેરના લોઉદી શહેરમાં સોમવારે સ્થાનિક સમયમુજબ સાંજે પાંચ વાગીને 20 મિનિટે એ સમયે આ દુર્ઘટના થઈ જ્યારે વાહન રસ્તામાં લપસી ગયુ.

લોઉદી જન સુરક્ષા બ્યુરોના એક અધિકારીએ જણાવ્યુ કે પ્રારંભિક તપાસ મુજબ બસમાં 30 બાળકો સહિત 32 લોકો સવાર હતા. જ્યારે કે તેમા ફક્ત 11 યાત્રીઓના બેસવાની ક્ષમતા હતી. અધિકારીઓએ જણાવ્યુ કે સારવાર બાદ 21 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે, જ્યારે ક પાંચ અન્ય હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

Share this Story:

Follow Webdunia gujarati