Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાષ્ટ્રપતિ શાવેજે 11 વર્ષ પૂર્ણ કર્યા

રાષ્ટ્રપતિ શાવેજે 11 વર્ષ પૂર્ણ કર્યા

ભાષા

કરાકર , બુધવાર, 3 ફેબ્રુઆરી 2010 (14:51 IST)
રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેજે રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ કરી લીધા છે તથા આ સાથે જ વધુ 11 વર્ષ રાજ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, તેમની બોલિવિયાઈ ક્રાંતિ દેશ પર 900 વર્ષ રાજ કરશે તથા તે નુકસાનની ભરપાઈ કરશે. જે કુલીનતંત્ર અને અમેરિકાએ 90 વર્ષોના રાજમાં કર્યું.

શાવેજે કહ્યું કે, તેમની ડાબેરી ક્રાંતિ વેનેજુએલાને એક સદીથી ચાલી રહેલા કુલીન તંત્ર અને અમેરિકાના પ્રભાવથી મુક્ત કરી દેશે.

તેમણે એક થિયેટરમાં પોતાના સમર્થકોની ભીડને સંબોધિત કરતા કહ્યું કે, હું 55 વર્ષનો છું અને 11 વર્ષ રાષ્ટ્રપતિ રહી ચૂક્યો છું. હું વાયદો કરું છું કે, હું મારું વધુ ધ્યાન રાખીશ અને જો તમે ઈચ્છો તો વધુ 11 વર્ષમાં 66 વર્ષનો થઈ જઈશ. ભગવાને ઈચ્છ્યું તો રાષ્ટ્રપતિ તરીકે હું 22 વર્ષ રહીશ.

Share this Story:

Follow Webdunia gujarati