Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઈલ પર વધુ વાત કરવાથી થયુ મોત ! !

મોબાઈલ પર વધુ વાત કરવાથી થયુ મોત ! !
લંડન. , શુક્રવાર, 27 મે 2016 (17:37 IST)
શુ મોબાઈલ ફોન પર વાત કરવી જીવલેણ છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ મોબાઈલ એક વ્યક્તિના જીવનો દુશ્મન બની ગયો. મોબાઈલ ફોનના વધુ ઉપયોગથી બ્રિટનના 44 વર્ષના ઈયાન ફિલિપનો જીવ જતો રહ્યો. હેલ્થ એક્ઝિક્યુટિવ ઈયાન રોજ પોતાના બ્લેકબેરી ફોન પર સતત છ કલાક વાત કરતો હતો. કલાક્કો સુધી કૉન્ફ્રેસિંગમાં રહેવુ તેના કામનો ભાગ હતો. સાત વર્ષ પહેલા ઈયાને માથાના દુખાવાની ફરિયાદ શરૂ થઈ.  પણ થોડા સમય પહેલા તેને એટલો તીવ્ર માથાનો દુખાવો થયો કે તેની આંખો આગળ અંધારુ છવાય ગયુ.  વેલ્સના યૂનિવર્સિટી હોસ્પિટલમાં તેને અડધી રાત્રે દાખલ થવુ પડ્યુ જ્યા એમઆરઆઈ મશીનમાં બ્રેન સ્કેન કરવામાં આવ્યુ તો જાણવા મળ્યુ કે તેના બ્રેનમાં લીંબૂ સાઈઝનુ ટ્યુમર છે. 
ઈયાનનું ઈમરજેંસી ઓપરેશન કરવુ પડ્યુ. 9 કલાક ચાલેલ આ ઓપરેશન પછી પણ ટ્યુમરને સંપૂર્ણ રીતે કાઢી શકાયુ નહી.  ઈયાનએ ખબર હતી કે તેની જીંદગી હવે ખૂબ ઓછી બચી છે. ત્યારે તેણે લોકોને પણ મોબાઈલ ફોનના સંકટ વિશે જાગૃત કરવુ શરૂ કર્યુ. ઈયાન રગ્બી ખેલાડી પણ રહી ચુક્યો છે.  આ મિશનમાં ફુટબૉલ પ્લેયર એરન રામ્જી અને વેલ્સના રગ્બી ખેલાડી જૉનથન ડેવિસ અને રીસ પ્રીસ્ટલેંડનો પણ સપોર્ટ જોવા મળ્યો. 
 
આ દરમિયાન ઈયાને મોબાઈલને કાનથી દૂર રાખવા માટે એક સોનેરી રંગના ફોનનુ રીસિવર પણ ખરીદ્યુ. આ ટ્યૂમરને કારણે ઈયાનને પોતાની લગભગ એક કરોડ વાર્ષિક કમાણીવાળી નોકરી પણ છોડવી પડી. જો કે એમા કોઈ શક નથી કે આ આકર્ષક કમાણીવાળી નોકરીએ ઈયાનને એક જીવલેણ બીમારી આપી જ દીધી. 
 
ઉલ્લેખનીય છે કે આ વાત પર સતત વિવાદ થતો આવ્યો છે કે મોબાઈલના ઉપયોગથી ટ્યૂમર કે કૈસર જેવી  જીવલેણ બીમારીઓ થાય છે કે નહી.  કેટલાક શોધકર્તાઓ મુજબ લગભગ 3 દસકમાં કૈસરના મામલા વધવાની કોઈ રિપોર્ટ નથી.  જ્યારે કે ત્રણ દસકામાં મોબાઈલનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BLOG - હુ ગુજરાતી મુસલમાન, મારે માટે હિન્દુઓને નફરત કરવી અશક્ય, શુ RSS આવુ કરી શકે છે ?