Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રસભાની બેઠકમાં વડાપ્રધાન

મહારાષ્ટ્રસભાની બેઠકમાં વડાપ્રધાન

વેબ દુનિયા

ન્યૂયોર્ક. , ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2008 (22:44 IST)
તાજેતરના મહિનાઓમાં શાંતિ પ્રક્રિયા મુશ્કેલમાં અને દબાણ હેઠળ છે. તેવી કબૂલાત કરીને ભારત અને પાકિસ્તાને જાહેરાત કરી છે કે જમ્મુ કાશ્મિરમાં એલઓસી વ્યાપાર 21 મી ઓક્ટોમ્બરથી શરૂ થશે.

બન્ને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અથવા તો આતંકવાદી પ્રવૃત્તિમાં કોઈપણ રીતે સામેલ તત્વો સામે કઠોર પગલાં લેવા પણ તૈયાર થયા હતાં. ઉપરાંત દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધવા બંને દેશો વચ્ચે સહમતી થઈ હતી.

વડાપ્રધાન મનમોહનસિંહના પાકિસ્તાની પ્રમુખ આશીફ અલી ઝરદારી સાથે તેમની પ્રથમ બેઠક યોજી હતી. જેમાં તમામ મુદ્દા છવાયા હતાં. આ મિટીંગ હોટેલ મિલિનિયમ પ્લાઝા ખાતે યોજાઈ હતી.

63મી સંયુક્ત મહા રાષ્ટ્રસભાની બેઠકના ભાગરૂપે બંને નેતાઓ હાલ ન્યૂયોર્કમાં છે. વાતચીત બાદ આ બન્ને નેતાઓએ પોતાના નિવેદનમાં સહમતી જાહેર કરી હતી.

ઝરદારીએ વડાપ્રધાનને ખાતરી આપી હતી કે પાકિસ્તાન સરકાર આતંકવાદનો ખાતમો બોલાવવા 6 જાન્યુઆરી 2004ના દિવસે આપવામાં આવેલી તેની કટિબદ્ધતા ઉપર મક્કમ રહેશે.

તેમજ બન્ને દેશો શ્રીનગર મુઝફરાબાદ ઉપર ત્રાસવાદને રોકવા ઉચિત પગલા ભરશે તેવું જણાવ્યુ હતું. ત્રણ મહિના બાદ પાંચમાં રાઉન્ડની બેઠક યોજવા બન્ને નેતાઓ સહમત થયા હ્તાં.

Share this Story:

Follow Webdunia gujarati