Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મને લેઝબિઅન હોવાનો ગર્વ : પાકિસ્તાની મહિલા

મને લેઝબિઅન હોવાનો ગર્વ : પાકિસ્તાની મહિલા

ભાષા

ઈસ્લામાબાદ , સોમવાર, 14 ડિસેમ્બર 2009 (11:00 IST)
પાકિસ્તાનના એકમાત્ર સમલૈંગિક લેખક દ્વારા દેશમાં સમલૈંગિકોની નિરાશા વિષે લખવામાં આવ્યાંના થોડા મહિનાઓ બાદ એક મહિલાએ પોતાના બ્લોગમાં લેઝબિઅન હોવા પર ગર્વ જાહેર કર્યો છે.

પોતાનું નામ બતાવનારી આ મહિલાએ 'સ્ટૂડેંટ્સ ફ્રૉમ પાકિસ્તાન' ના એક ગ્રુપ દ્વારા સંચાલિત બ્લૉગમાં કહ્યું છે કે, હું સ્વીકાર કરુ છું કે, આ મુદ્દો મારા માટે સંવેદનશીલ છે. હું એક લેઝબિઅન છું અને મને તેના પર ગર્વ છે.

મહિલાએ લખ્યું છે કે, મેં સમલૈંગિક હોવાનું પસંદ કર્યું. આ મારા વ્યક્તિત્વ પર આધારિત પસંદ હતી. મારી દૃષ્ટિએ સમલૈંગિકતા એક પસંદ છે તેને આનુવાંશિક રીતે નિર્ધારિત કરવામાં ન આવી શકે.

ઉલ્લેખનીય છે કે, સમલૈંગિક લેખક જલાલુદ્દીને તુજ્ક-એ-જલાલીમાં થોડા માસ પહેલા સમલૈંગિકોંની હતાશા વિષે લખ્યું હતું પરંતુ સજાના ડરથી હવે લખવાનું છોડી દીધું છે.

તેમણે કહ્યું કે, મને માફ કરો. હું પાકિસ્તાનમાં ન લખી શકું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ધાર્મિક કાયદામાં સમલૈંગિકોને પથ્થર મારવાની જોગવાઈ છે પરંતુ સમલૈંગિક સમુદાય હવે તેનો વિરોધ કરવા લાગ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati