Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની નીતિ લુક ઈસ્ટ અને જાપાનની નીતિ લુક ઈંડિયા - મોદી

ભારતની નીતિ લુક ઈસ્ટ અને જાપાનની નીતિ લુક ઈંડિયા - મોદી
, મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (12:12 IST)
જાપાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાનો આજે ચોથો દિવસ છે. મોદીએ ટોકિયોમાં ઉદ્યોગપતિને સંબોધિત કરતા કહ્યુ કે... 


- ભારતમા એવી સરકાર આવી જે વિકાસના મુદ્દા પર કામ કરવા માંગે છે. 
- તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે અમારી વધતી જીડીપી. આ અમારી પોલીસી તરફ જ ઈશારો કરે છે 
- તમે ભારતની સાથે આવો. આપણે એશિયાની સમૃદ્ધિ માટે ખભા સાથે ખભો મેળવીને કામ કરીશુ 
- ભારતમાં હવે રેડ ટેપ નહી પરંતુ રેડ કારપેટ તમારી રાહ જોઈ રહી છે. 
- અમે આ દિશામાં અનેક કામ કર્યા છે. 
- ભારતમાં લાલફીતાશાહીની સમસ્યા હતી 
- જાપાન માટે હવે ભારત સૌથી અનુકુળ સ્થાન છે. 
-આપણી ત્યા ડેમોક્રેસી ડેમોગ્રાફી અને ડિમાંડ પણ છે. 
- ભારતમાં યુવા વસ્તી છે અને યુવા વિચાર પણ છે. 
- ભારત સૌથી મોટો બજાર છે. 
- 100 દિવસમાં ભારતની સરકારે અનેક મુખ્ય નિર્ણયો લીધા.  અમે ઝડપી ગતિથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવી છે. 
-સ્માલ સ્કેલ ઈંડસ્ટ્રીને આપણે આમંત્રિત કરવા માંગીએ છીએ. આનાથી રોજગારની તકો પણ વધશે. 
- અમે નાના ઉદ્યમીઓને પ્રોત્સહન આપવા માંગીએ છીએ.   
- મેટ્રો માટે ભારતના 50 શહેર લાઈનમાં છે તેનાથી તમે ઘણો વ્યવસાય મળી શકે છે. 
- જો તમે ડિફેંસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આવો છો તો તેનાથી ભારતની જરૂરિયાતો પુરી થશે જ પણ બીજા દેશોની જરૂરિયાતો પણ પુર્ણ થઈ શકે છે. 
 

 
- તમે ભારત આવો છો તો ખૂબ સારા સ્મરણો લઈને પરત આવશો 
- જો તમે નક્કી કરી લો કે તમારે રોજ નવી ડિશ ખાવી છે તો તમે ભારતમાં છ મહિના સુધી રોજ નવી ડિશ ખાઈ શકો છો. 
- મેળવવા માટે મહેનત કરવી પડે છે 
- જો તમે ડિફેંસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આવે છે તો આનાથી ભારતની જરૂરિયાતો પુરી થશે જ પણ બીજા દેશોની જરૂરિયાતો પણ પુરી થઈ શકે છે. 
- ભારત જાપાન વગર અધૂરો અને જાપાન ભારત વગર અધૂરુ છે. 
- ભારત સોફ્ટવેયરના ક્ષેત્રમાં અગ્રણી છે જ્યારે કે જાપાન હાર્ડવેયરના ક્ષેત્રમાં આગળ છે. આવામાં બંને એક થઈ જાય તો આખી દુનિયામાં ચમત્કાર કરી શકે છે. 
- 2007-12ન જાપાનના પ્રવાસથી ઘણુ બધુ શીખ્યુ છે. 
- વેપાર માટે ભારતથી વધુ અનુકૂળ સ્થન અન્ય કોઈ નથી. 
- હુ એનડીએ સરકાર બન્યા પછી મેક ઈન ઈંડિયા નો નારો અપયો છે. 
- જાપાનને લો કોસ્ટ મૈન્યુફેક્ચરિંગની શક્યતાઓ ભારતમાં છે. 
-તમે જે ચમત્કાર 10 વર્ષમાં જાપાનમાં કર્યા છે તે તમે ભારતમાં ફક્ત બે વર્ષમાં કરી શકો છો. 
- જો તમે તમારા પ્રોડ્કટને દુનિયામાં પહોંચાડવા માંગો છો તો ભારત તમારા માટે ગોડ ગિફ્ટ્ની જેવુ છે. 
- ભારતમાં બજારની અપાર શક્યતાઓ છે. 
૳ મોદીએ કહ્યુ કે અમે મારુતિવાળાઓને કહ્યુ હતુ કે તમે ગુડગાવમાં કાર બનાવો છો તો તમારે સમુદ્રમાંથી લઈ જવા માટે 9000 જુદો ખર્ચ કરવો પડે છે. પણ જો કાર તમે સમુદ્ર કિનાર બનાવશો તો આ 9000 બચી શકે છે.  
- ભારતની નીતિ લુક ઈસ્ટ અને જાપાનની નીતિ લુક ઈંડિયા.  
- જાપાન લુક એટ ઈંડિયા મુડમાં આગળ વધી રહ્યુ છે. 
- ક્લાઈમેટ ચેંજ હેબિટ ચેંજને કારણે થઈ.  



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો

Share this Story:

Follow Webdunia gujarati