Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીફ મસાલા મોકલવા પર પાકિસ્તાને સફાઈ આપી

બીફ મસાલા મોકલવા પર પાકિસ્તાને સફાઈ આપી
ઈસ્લામાબાદ. , શુક્રવાર, 1 મે 2015 (16:48 IST)
પાકિસ્તાને નેપાળ મોકલેલી રાહત સામગ્રીમાં બીફ મસાલાના પેકેટ મોકલવા સંબંધી મીડિયામાં આવેલ સમાચારોનુ ખંડન કરતા કહ્યુ છે કે ભારતીય આ મામલે મીઠુ મરચુ ભભરાવીને રજુ કરી રહ્યા છે.  પાકિસ્તાનના દૈનિક છાપામાં આજે વિદેશ મંત્રાલયનુ નિવેદન રજુ કરવામાં આવ્યુ છે.  નેપાળમાં મોટાભાગના લોકો હિંદુ ધર્મના છે ન કે બૌદ્ધ. 
 
વિદેશ મંત્રાલયની પ્રવક્તા તસ્નીમ અસલમે ગઈકાલે કહ્યુ, "અમે નેપાળની સરકારના સંપર્કમાં છે. અમને એ પણ જણાવ્યુ છે કે તેમને પાકિસ્તાનથી મોકલેલ રાહત સામગ્રીથી કોઈ ફરિયાદ નથી. ઉપરથી તેમણે તો અમારી પાસે વધુ રાહત સામગ્રીની માંગ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મીડિયામાં સમાચાર હતા કે ભૂકંપની ભીષણ ત્રાસદીનો સામનો કરી રહેલ નેપાળમાં પાકિસ્તાન તરફથી મોકલાવેલ સામગ્રીમાં બીફ મસાલા ના પેકેટ મળ્યા છે. જેને કારણે લોકોમાં ક્રોધ પ્રગટ્યો છે. નેપાળમાં ગો હત્યા પર પ્રતિબંધ છે.  નેપાળના લોકોનુ કહેવુ છે કે પાકિસ્તાને આવુ કરીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.  આ સમાચારથી સોશિયલ મીડિયા પર કોહરામ મચ્યુ છે. 
 
બ્રિટનના છાપા ડેલી મેલમાં છપાયેલ સમાચાર મુજબ ભૂકંપ પીડિતો માટે ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન ઉપરાંત પાકિસ્તાન તરથી રાહત સામગ્રીના રૂપમાં ખાવા પીવાની વસ્તુઓ મોટા પાયા પર મોકલાવી છે. જેમા તૈયાર (રેડી ટુ ઈટ) ગોમાંસના પેકેટ પણ છે.  નેપાળ એક હિન્દુ રાષ્ટ છે જ્યા ગાયની પૂજા કરવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati