Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાપુની પ્રતિમા લિસેસ્ટરમાં લાગશે

બાપુની પ્રતિમા લિસેસ્ટરમાં લાગશે

ભાષા

લિસેસ્ટર , સોમવાર, 13 એપ્રિલ 2009 (12:49 IST)
સ્થાનિક લોકોનાં આંશિક વિરોધ વચ્ચે બ્રિટનનાં લિસેસ્ટરનાં પૂર્વી મિડલેન્ડ્સ શહેરમાં આ વર્ષે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

સ્થાનિય પરિષદમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રસ્તાવ સમન્વય પરિવારે પ્રસ્તાવ મુક્યો હતો. જેને મંજૂર રાખવામાં આવ્યો છે. આ પ્રતિમાનું નિર્માણ ભારતીય શિલ્પકાર ગૌતમ પાલે કર્યુ છે. જેની પર 20 હજાર પાઉન્ડનો ખર્ચ થયો છે. જે ખર્ચ તે સમન્વય પરિવાર ઉપાડશે.

સાડા સાત ફુટ ઉંચી ગાંધીજીની પ્રતિમામાં તેમને લાકડીનાં સહારે ચાલતાં દેખાડવામાં આવ્યા છે. જે ખૂબ જલ્દી ભારતથી લિસેસ્ટર મોકલવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati