Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બરાક ઓબામા અને મિશેલના લગ્નજીવનમાં દરાર !!

બરાક ઓબામા અને મિશેલના લગ્નજીવનમાં દરાર !!
, ગુરુવાર, 16 જાન્યુઆરી 2014 (14:59 IST)
.
P.R
અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાના 50માં જન્મદિવસના ઠીક પહેલા અમેરિકી મીડિયામાં મિશેલ અને રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે છુટાછેડાની અટકળો લાગી રહી છે. મિશેલનો શુક્રવારે જન્મદિવસ છે.

કેટલાક મીડિયા રિપોર્ટોએ દાવો કર્યો છે ઓબામા અને મિશેલના એક થવાની શક્યતા હવે ખૂબ જ ઓછી છે. કહેવાય તો એવુ પણ છે કે મિશેલે છુટાછેડા માટે પોતાના વકીલ સાથે વાત કરી લીધી છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મિશેલે ઓબામાથી જુદા થવાના સમાચારને દબાવી રાખ્યા હતા. કારણ કે તેઓ દેશના રાષ્ટ્રપતિ છે અને 2016માં ઓબામાનો કાર્યકાળ ખતમ થતા સુધી તેઓએ ચૂપ બેસવાનું નક્કી કર્યુ છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની શોકસભામાં ઓબામાના ડેનમાર્કની પ્રધાનમંત્રી હેલ થાર્નિગ સાથે ફોટો પાડવાથી બંને વચ્ચેનું અંતર વધી ગયુ છે. પરિસ્થિતિ એ હદે પહોંચી ગઈ છે કે તાજેતરમાં જ તેઓ રજાઓ વિતાવવા સાથે ગયા ત્યારે મિશેલે ઓબામાની સાથે વોશિંગટન પરત ફરવાની પણ ના પાડી દીધી.

Share this Story:

Follow Webdunia gujarati