Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિન્સ હેરીને અશ્લિલ ફિલ્મમાં કામ કરવાની ઓફર

પ્રિન્સ હેરીને અશ્લિલ ફિલ્મમાં કામ કરવાની ઓફર
P.R
બ્રિટનનાં રાજકુંવર પ્રિન્સ હેરીની ન્યૂડ તસવીરો પ્રકાશિત થતા જ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, આ ઘટનાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થવા માંડતા હવે હોલિવુડનાં ફિલ્મ સર્જકોનાં મનમાં ગતકડાં શરૃ થઈ ચુક્યા છે. આવી ચર્ચાસ્પદ બાબતનું ફિલ્માંકન કરીને નાણા રળી લેવાના અભરખા પણ અનેક ફિલ્મ સર્જકોનાં મનમાં ઉઠવા માંડ્યા છે. તાજેતરમાં વિવિડ એન્ટરટેન્મેન્ટનાં સ્ટિવ હિર્સે લંડનનાં રાજભવનને એક પત્ર પાઠવીને પ્રિન્સ હેરીને એક અશ્લિલ ફિલ્મમાં રોલ આપવાની ઓફર કરી છે. તેમણે પોતાના પત્રમાં જણાવ્યુ છે કે, તેઓ ધ ટ્રબલ વિથ હેરી..નામની એક અશ્લિલ ફિલ્મ બનાવવા ઈચ્છુક છે. જેનો લીડ રોલ તેઓ પ્રિન્સ હેરીને આપવા માગે છે. આ ફિલ્મમાં કામ કરવા બદલ તેઓ પ્રિન્સ હેરીને એક કરોડ ડોલર જેટલી જંગી રકમ ચુકવશે તેવો દાવો પણ તેમણે કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati