Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક.માં બ્લાસ્ટ, 78ના મોત

પાક.માં બ્લાસ્ટ, 78ના મોત

વેબ દુનિયા

ઈસ્લામાબાદ. , શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (21:17 IST)
પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી 50 કિમીના દુર આવેલા વાહ શહેરમાં આવેલી મુખ્ય શસ્ત્ર ઉત્પાદક ફેક્ટરીની બહાર ગઈકાલે થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુ આંક 78 પર પહોચ્યો છે. જેમા ત્રણ આત્મઘાતી બોમ્બરો પણ માર્યા ગયાના અહેવાલો પણ છે.

પાકિસ્તાનના આંતરિક બાબતના મંત્રી અને પીપીપી સીનિયર નેતા રહેમાન મલિકે કહ્યુ હતુ કે ત્રણ આત્મઘાતી બોમ્બરો ફેકટરીમાં વિસ્ફોટ કરવામાં સફળ થયા હતાં, જ્યારે ચોથો બોમ્બર વિસ્ફોટ કરે તે પહેલા જ ઝડપાઈ જતા મહત્વની કડીયો હાથ લાગી છે.

માત્ર 1 મિનિટના અંતરે બે વિસ્ફોટમાં 72 જણા મર્યા ગયાના અધિકારીક અહેવાલો છે. જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાંથી આજે 6 લોકોના મોત થતા મૃતકોનો આંકડો 78 પર પહોચ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati