Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક પરમાણુ સમ્પન્ન દેશ - ગિલાની

પાક પરમાણુ સમ્પન્ન દેશ - ગિલાની

વાર્તા

ઇસ્લામાબાદ , સોમવાર, 29 ડિસેમ્બર 2008 (17:56 IST)
પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીએ આજે કહ્યું હતું કે, પાકિસ્તાન એક જિમ્મેદાર અને શાંતિપૂર્ણ પરમાણું સમ્પન્ન રાષ્ટ્ર છે.

જીયો ટેલીવિઝન પર ગિલાનીના નામે આ વાત કરવામાં આવી હતી. ગિલાનીએ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિશ્વ વિદ્યાલયમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, પાકિસ્તાન શાંતિપૂર્ણ દેશ છે અને તે પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છી રહ્યું છે.

તેમણે કહ્યું કે, દેશમાં કોઇ પણ પ્રકારની સમાંતર સરકાર ચલાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની કોઇને છુટ આપવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, આદિવાસી લોકો દેશભક્ત છે. જ્યારે પાકિસ્તાનમાં આંદોલન ચરમસીમાએ હતું ત્યારે તેમણે કાયદાને સમર્થન આપ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati