Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક. ખેલાડીઓના ખરાબ પ્રદર્શંન પર ગુસ્સે થયેલ ફેન બોલ્યો - .. તો હાથ કાપી નાખીશ

પાક. ખેલાડીઓના ખરાબ પ્રદર્શંન પર ગુસ્સે થયેલ ફેન બોલ્યો - .. તો હાથ કાપી નાખીશ
નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (16:51 IST)
એશિયા કપના ટી-20માં પાકિસ્તાનને ભારત તરફથી મળેલી હાર પછી પાકિસ્તાનીઓનો જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ ફેંસ મારવા મરવા પર ઉતારુ છે. આવા જ એક ફેનનો ગુસ્સો જોવા મળ્યો.  એક ફેને નવાઝ શરીફને ભલામણ કરી છે કે તેને પાકિસ્તાનની ટીમમાં લેવામાં આવે.  તેણે દાવો કર્યો છે કે તે ટીમ ઈંડિયાના છક્કા છોડાવી દેશે.  એટલુ જ નહી જો તે આવુ કરવામાં નિષ્ફળ રહ્યો તો તે પોતાના હાથ કાપી નાખશે. 
 
પાકિસ્તાની આ ફેનનો વીડિયો અત્યાર સુધી ફેસબુક પર એક લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. વીડિયોમાં ફેન કહી રહ્યો છે કે અસ્લામ વાલેકુમ મોહતરમ વજીરેઆજમ સાબ.. નવાજ શરીફ. હુ એક ગરીબ માણસ છુ. દુબઈમાં રહુ છુ. પણ જે આજે પાકિસ્તાન રમી રહ્યુ છે, વલ્લ જજ્બાત ઉપર કાબુ નથી રાખી શકતો. અને હુ તમારી સામે  હાથ જોડુ છુ કે ખુદા માટે મને એક વાર મને મેચમાં લઈને ચાલો. 
 
પાકિસ્તાનને માટે જો હુ હાથ ન કાપુ તો.  આ લોકો પર જો છક્કા નહી માર્યા તો તમે લોકો સામે મારા હાથ કાપી નાખજો. ખુદા માટે ઈમરાન સાહેબ. તમારે માટે મારી દરખાસ્ત છે. હુ દુબઈમાં રહુ છુ. ખુદા વાસ્તે મને એક તક આપો. .. આ ઈંડિયા માટે ન તો હેલ્મેટ પહેરીશ કે ન તો ગ્લ્બસ પહેરીશ. 
 
ઈંશાઅલાહ.. આ લોકોને હુ શિખવાડીશ આ પાકિસ્તાનનો ક્રિકેટર્સ જો છે.  વલ્લ કસમ ખુદા કી આ લોકોએ મને રડવા પર મજબૂર કરી દીધો છે. આવુ તો કોઈ રમે છે. કસમ ખુદા કી. બરબાદ કરી નાખ્યા છે આ બધા ક્રિકેટરોએ આપણને.  ખુદા માટે એકવાર તક આપો મને. ખુદા માટે એક વાર તક આપો વજીરેઆઝમ સાહેબ મારે માટે. એક વાર તક આપો. તમારી સામે હાથ જોડુ છુ. વજીરેઆઝમ સાહેબ. અસ્લામ વાલેકુમ. 

Share this Story:

Follow Webdunia gujarati