Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ન્યૂ જર્સીમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર

ન્યૂ જર્સીમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર
, શુક્રવાર, 25 જુલાઈ 2014 (11:12 IST)
તમિલનાડુના શ્રીરંગમમાં ૧૫૫.૯૨ એકર સાથે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદીર આવેલું છે. હવે ખૂબ જ નજીકના ભવિષ્યમાં વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદીર હોવાનું ગૌરવ ખૂબ જ નજીકના સમયમાં ન્યૂ જર્સી ખાતે તૈયાર થવા જઇ રહેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને પ્રાપ્ત થવા જઇ રહ્યું છે. ન્યૂજર્સીના રોબિન્સવિલ ખાતે તૈયાર થઇ રહેલા નૂતન બી.એ.પી.એસ સ્વામિનારણય મંદિરની વિશિષ્ટતા એ છે કે તે ૧૬૨ એકરમાં ફેલાયેલું હશે અને આ સાથે જ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર બની જશે.

ઓક્ટોબર ૨૦૧૩માં આ અક્ષરધામ મહામંદિર ૧૪૧ ફૂટ ઉંચાઇના નિર્માણની પ્રથમ શિલા વૈદિક વિધિપૂર્વક સ્થાપવામાં આવી હતી.  હવે ૮,૯ ઓગસ્ટ દરમિયાન આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠવર્ણી, રાધાકૃષ્ણદેવ, સીતા-રામ પરિવાર, શિવ-પાર્વતી પરિવાર તથા ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વૈદિક વિધિથી કરવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજ છેલ્લે ૨૦૦૭ના વર્ષમાં યુ.કે., અમેરિકા, કેનેડાના પ્રવાસે પધાર્યા હતા. હવે સ્વાસ્થ્યની અનૂકૂળતા હશે તો પ્રમુખસ્વામી મહારાજ સાત વર્ષ બાદ ઓગસ્ટ ૨૦૧૪માં અમેરિકા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં ૧૧૦૦ કરતા વધુ મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિર ભારતીય શિલ્પ-સ્થાપત્ય, કલાકારીગરીથી સભર અને શ્વેત આરસ પથ્થરથી તૈયાર થયેલું છે. આ મંદિરની લંબાઇ ૧૩૪ ફૂટ, પહોળાઇ ૮૭ ફૂટ છે. જેમાં ૧૦૮થી પણ વધુ બારીક કોતરણીવાળા સ્તંભ, ૩ કલાત્મક ગર્ભગૃહ ખંડ છે. આ મંદિરની અન્ય એક વિશિષ્ટતા એ છે કે તેને વરસાદ, તડકો, બરફવર્ષાથી સુરક્ષિત રાખવા એક વિશાળ ભવનમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં  રાજસ્થાનના ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ પાંચ હજાર સભ્યની ટીમ આ મંદિરના નિર્માણકાર્યમાં છે. આ અક્ષરધામ મંદિર પાછળ ૧૫૦ મિલિયન ડોલર કરતા વધુ ખર્ચ થશે તેવો અંદાજ છે.

Share this Story:

Follow Webdunia gujarati