Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૈક્સનનું શરીર હાડપિંજર થઈ ગયેલું !

પોસ્ટમોર્ટમ રિપોર્ટનો સનસનીખેજ ખુલાસો

જૈક્સનનું શરીર હાડપિંજર થઈ ગયેલું !

ભાષા

લંડન , મંગળવાર, 30 જૂન 2009 (10:25 IST)
NDN.D
કરોડો લોકોના દિલોમાં રાજ કરનારા માઈકલ જૈક્સન(એમજે) નું શરીર અંતિમ દિવસોમાં બિલકુલ હાડપિંજર જેવું થઈ ગયું હતું. તેના શરીરમાં માત્ર હાડકાઓ જ રહ્યાં હતાં. તેના તમામ વાળ ખરી ગયાં હતાં અને મૃત્યુ સમયે તેણે વીગ પહેરીને રાખી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન તેના પેટમાંથી માત્ર દવાઓની ગોળીઓ જ મળી.

'સન'માં પ્રકાશિત તેના વિસ્તૃત પીએમ રિપોર્ટમાં આ ભયાવહ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, માઈકલની પાંસળીઓ તુટી ગઈ હતી. નારકોટિક પેનકિલર્સના ઈંજેક્શનથી તેના ખભ્ભા, પાછળનો ભાગ અને સાથળ ચારણી જેવા બની ગયાં હતાં. આ ઈંજેક્શન માઈકલ દિવસમાં ત્રણ વખત લગાડતા હતાં. તે દિવસમાં એક વખત જ ભોજન કરી શકતાં હતાં.

પેથોલોજિસ્ટને તેમનું પેટ ખાલી મળ્યું. તેમાં માત્ર દવાઓની ટિકડીઓ જ હતી, જે દર્દ નિવારક ઈંજેક્શનના પહેલા લીધી હતી અને તેનાથી તેના હ્રદયની ગતિ રોકાઈ ગઈ હતી.

તેના ડાબા કાનની ઉપર બિલકુલ પણ વાળ ન હતાં. 1984 માં પેપ્સીની જાહેરાત દરમિયાન દુર્ઘટનામાં તેના વાળ સળગી ગયાં હતાં. હ્રદય ગતિ રોકાવાના કારણે તેની સાથેના લોકોએ તેના હ્રદયની આસપાસ જોરદાર પમ્પિંગ કર્યું, જેથી તે આ સ્થિતિમાંથી બહાર નિકળી શકે. આ પ્રયત્નોમાં તેની પાંસળીઓ તુટી ગઈ.

તેના હ્રદયની આસપાસ ઈંજેક્શન લગાડવાના ચાર નિશાન મળી આવ્યાં. ઘૂંટણો પર પણ ઈજાના નિશાન હતાં અને પીઠ પર પણ એક ઘાવ હતો જે પડી જવાના કારણે પહોંચ્યો હતો. તેના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરીના નિશાન હતાં.

Share this Story:

Follow Webdunia gujarati