Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીનના લોકોને નથી ગમતું ભારત

ચીનના લોકોને નથી ગમતું ભારત
, શુક્રવાર, 19 ઑક્ટોબર 2012 (12:02 IST)
P.R
1962માં થયેલ ભારત ચીનનું યુદ્ધ થયે ભલે આજે 50 વર્ષ થઈ ગયા હોય પણ ભારતની આર્થિક વૃદ્ધિથી સતર્ક ચીનના મોટાભાગના લોકો આજે પાણ ભારત વિશે નકારાત્મક વલણ ધરાવે છે.

વોશિંગટન સ્થિત પેય રિસર્ચ સેંટરના એક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ ચોથા ભાગના(23 ટકા) ચીની ભારતના માટે પોઝીટિવ વિચાર ધરાવે છે, જ્યારે કે 62 ટકા નકારાત્મક વિચાર ધરાવે છે.

સૈન્યએ કહ્યુ કે વર્તમાનમાં ફક્ત 44 ટકા ચીનીઓનુ કહેવુ છે કે તેમના દક્ષિણી પડોશી દેશોની અર્થવ્યવસ્થાનો વિસ્તાર ચીન માટે સકારાત્મક છે જો કે અહી સંખ્યા 2010ની તુલનામાં ઓછી છે.

આ સમય દરમિયાન ભારતની વધતી અર્થવ્યવસ્થાને પોતાને માટે ખરાબ માનનારાઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. ચીન પ્રત્યે ભારતીયોનો દ્રષ્ટિકોણ લગભગ એવો જ છે અને કદાચ વધુ નકારાત્મક છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ફક્ત 23 ટકા ભારતીય પોતાના દેશના નેતૃત્વને ચીનની સાથે સહયોગાત્મક માને છે અને 24 ટકાને લાગે છે કે ચીનની વધતી અર્થવ્યવસ્થા ભારત માટે સારી વાત છે.

હાલ સર્વેમાં બતાવવામાં આવ્યુ છે કે ચીનીઓનુ વલણ ભારતની તુલનામાં પાકિસ્તાન પ્રત્યે સારુ છે. ચીનના પાકિસ્તાન સાથેના સંબંધો વધુ ઉજ્જવળ છે અને લગભગ 49 ટકા ચીની આ સંબંધોને સહયોગના રૂપમાં જુએ છે. ફક્ત 10 ટકા લોકોએ આ સંબંધોને શત્રુતાપૂર્ણ બતાવ્યા.

રૂસ પ્રત્યે ચીનનું વલણ સંતુલિત છે. 48 ટકા ચીનીઓએ રૂસ વિશે સકારાત્મક અને 38 ટકાએ નકારાત્મક વિચાર પ્રગટ કર્યા છે.

જ્યા સુધી અમેરિકા એન સંયુક્ત રાષ્ટ્રની વાત છે તો ફક્ત 43 ટકા ચીનીઓને બંને પક્ષમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. ફક્ત 33 ટકા ચીનીઓએ યૂરોપીય સંઘ માટે અને 31 ટકા પાકિસ્તાન માટે સકારાત્મક વિચાર બતાવ્યા.

સમાચારમાં કહેવામાં આવ્યુ છે કે ઈરાની તરફેણમાં પોતાના પોઝીટીવ વિચાર બતાવનારાઓની સંખ્યા 21 ટકા છે. નવેમ્બર 2011ની તુલનામાં આ સંખ્યા આઠ ટકા ઓછી થઈ છે.

પેબના મુજબ વર્ષ 2010માં 68 ટકા ચીનીઓ માનતા હતા કે તેમના દેશના અમેરિકા સાથે સંબંધો સહયોગાત્મક છે જ્યારે આજે આ સંખ્યા ઘટીને માત્ર 39 ટકા રહી ગઈ છે.

આ જ રીતે ભારતની સાથે સંબંધોને સહયોગાત્મક માનનારા ચીનીઓની સંખ્યા 2010માં 53 ટકા હતી, પણ હવે માત્ર 39 ટકા ચીની આ સંબંધોને સકારાત્મક રૂપે જુએ છે.

ચીનની જૂની ક્ષેત્રીય હરિફાઈને ધ્યાનમાં રાખતા 41 ટકા નાગરિકોએ પોતાના દેશના જાપાન સાથેના સંબંધોને શત્રુતાપૂર્ણ બતાવ્યા. આ સંબંધોને સહયોગી માનનારા ચીનીઓની સંખ્યા પ્રતિ દસમાં ફક્ત ત્રણ હતી.

Share this Story:

Follow Webdunia gujarati