Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મીર પાક વિદેશ નીતિનો મહત્વપૂર્ણ આધાર - ગિલાની

કાશ્મીર પાક વિદેશ નીતિનો મહત્વપૂર્ણ આધાર - ગિલાની
ઈસ્લામાબાદ. , ગુરુવાર, 25 માર્ચ 2010 (11:38 IST)
પાકિસ્તાનના પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ આજે કહ્યુ કે કાશ્મીર મુદ્દો પાકિસ્તાનની સરકારની વિદેશ નીતિનો મહત્વપૂર્ણ આધાર છે અને આ મુદ્દામાં કોઈ સમજૂતી નથી કરી શકાતી.

તેમણે સંસદના ઉચ્ચ સદન સીનેટમાં આજે રાત્રે વિવિધ પાર્ટીઓના સભ્યો દ્વારા ઉઠાવેલ વિવિધ બિન્દુઓના જવાબ આપતા આ ટિપ્પણી કરી. ગિલાનીએ કહ્યુ કે તેમની સરકાર કાશ્મીરી લોકોને તેમના સંઘર્ષમાં નૈતિક, રાજનીતિક અને રાજનાયિક મદદ આપવાની ચાલુ રાખશે.

તેમણે કહ્યુ કે કાશ્મીરીઓનુ બલિદાન વ્યર્થ નહે જાય અને આ લંબિત વિવાદનુ સમાઘાન કાઢવા માટે ભારત પર વિશ્વ સમૂહની તરફથી જોરદાર દબાવ પડી રહ્યો છે.

ગિલાનીએ જાહેર કર્યુ કે સંસદની ભલામણની રોશનીમાં એક વ્યાપક સુરક્ષા નીતિ તૈયાર અને લાગૂ કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે સરકાર આ વિશે વિવિધ પક્ષોના વિચાર જાણવા માટે કેબિનેટની રક્ષા બાબતોની સમિતિની બેઠક બોલાવશે.

Share this Story:

Follow Webdunia gujarati