Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો, 8 લોકોએ હુમલો કરી કર્યો લોહીલુહાણ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો, 8 લોકોએ હુમલો કરી કર્યો લોહીલુહાણ
, મંગળવાર, 31 ડિસેમ્બર 2013 (11:24 IST)
P.R
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હોશિયારપુરના માનરાજવિંદર સિંહ પર 8 લોકોએ લાકડીથી હુમલો કરી દીધો. તે ગંભીર રૂપે ઘવાયો છે. તેને અલ્ફેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યા તે કોમામાં છે. પોલીસે જણાવ્યુ કે 20 વર્ષનો માનરાજવિંદર રવિવારે પોતાના બે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે 8 લૂંટારૂઓએ તેને ઘેરી લીધો. તેઓ આફ્રિકીઓ જેવા દેખાતા હતા. હુમલાવરોમાં એક મહિલા પણ હતી. પોલીસે સીસીટીવી ફુટેજ રજૂ કરી છે. ફુટેજ મુજબ ફુટપાથ પર સાત આફ્રિકી મૂલના લોકોની સાથે શ્વેત મહિલા ત્યા આવીને તેમની સાથે વાત કરે છે. આ દરમિયાન એક હુમલાવરે હોશિયારપુરના માહિલપુર ક્ષેત્રમા નંગલકલાના રહેનારા માનરાજવિંદરના મોઢા પર જોરદાર લાત મારી. તેનાથી તે બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યો. ત્યારબાદ બધા હુમલાવરોએ તેના પર લાતોનો વરસાદ વરસાવ્યો.

ઑસ્ટ્રલિયાની સ્થાનિક પોલીસે જણાવ્યુ કે માનરાજવિંદર પર 8 જેટલા શખ્શોએ હુમલો કર્યો. જેમાં માનરાજવિંદરને ગંભીર ઇજાઓ થઇ. અજાણ્યા શખ્શો તેનો મોબાઇલ લઇને નાસી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati