Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓસામાને ફંડિગ કરતો હતો ભારતીય ભાઈ !!

ઓસામાને ફંડિગ કરતો હતો ભારતીય ભાઈ !!
, ગુરુવાર, 21 મે 2015 (13:17 IST)
ઓસામા બિન લાદેનની ડાયરી દ્વારા ચોખવટ થઈ છે કે આતંકી સંગઠન અલકાયદાને એક ભારતીય નાગરિક પાસેથી પૈસા મળતા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત એબટાબાદમાં લાદેનના એનકાઉંટર કર્યા પછી અમેરિકી કમાંડોએ કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા હતા.  જેમા એક ડાયરી પણ હતી. 
 
હવે જાણ થઈ છે કે ડાયરીમાં એક સ્થાન પર મદીના કા ભારતીય દોસ્ત લખેલુ છે. આ વ્યક્તિએ અનેકવાર લાદેનને આર્થિક સહાયતા પુરી પાડી હતી. અમેરિકામાં ઓફિસ  ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈંટેલિજેંસ દ્વારા રજુ દસ્તાવેજોના મુજબ મદીનાના ભારતીય મિત્ર એ મે 2008માં 2.92 લાખ પાકિસ્તાન રૂપિયા આતંકી સંગઠનને મોકલ્યા હતા. ત્યારબાદ જુલાઈ 2009માં 3.35 લાખ રૂપિયા આપ્યા. તેમાથી પાંચ હજાર રૂપિયા સંદેશવાહકને ટિપના રૂપમાં આપ્યા હતા. 
 
લાદેનની ડાયરીમાં આ પ્રકારના ડોનેશનનો ડઝનો સ્થાન પર ઉલ્લેખ  છે. કેટલીક મહિલાઓ વિશે લખવામાં આવ્યુ છે. જેમને જેહાદનુ સમર્થન કરવા માટે પોતાના ઘરેણાં વેચીને આર્થિક મદદ કરી.  

Share this Story:

Follow Webdunia gujarati