Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉ.કોરિયાએ અમેરિકી પત્રકારોની ધરપકડ કરી

ઉ.કોરિયાએ અમેરિકી પત્રકારોની ધરપકડ કરી

વાર્તા

સોલ , ગુરુવાર, 19 માર્ચ 2009 (15:11 IST)
ઉત્તર કોરિયાનાં સુરક્ષા અધિકારીઓએ ચીનની સીમા પરથી તુમેન નદીની તસ્વીર ખેંચી રહેલાં બે અમેરિકી પત્રકારોની ધરપકડ કરી છે.

એક સમાચાર એજન્સીએ દક્ષિણ કોરિયાનાં અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાનાં સુરક્ષા અધિકારીઓએ સીમા પાર ચીની ક્ષેત્રમાં આવેલા બે પત્રકારોની બુધવારે ધરપકડ કરી હતી. તેમણે પત્રકારોને તસ્વીર ન ખેંચવા ચેતવણી આપી હતી. પણ પત્રકારોએ ચેતવણીને અવગણી હતી.

જો કે દક્ષિણ કોરિયાનાં વિદેશ મંત્રાલયે સમાચારની પૃષ્ઠિ કરી નથી. તેમજ ધરપકડ કરાયેલા નાગરિક અમેરિકા સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે પણ કોઈ જાણકારી આપી ન હતી.

Share this Story:

Follow Webdunia gujarati