Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈટાલીનો વિશ્વાસઘાત, હત્યારા સૈનિકોને પાછાં નહીં મોકલે

ઈટાલીનો વિશ્વાસઘાત, હત્યારા સૈનિકોને પાછાં નહીં મોકલે
, મંગળવાર, 12 માર્ચ 2013 (12:26 IST)
P.R
કેરલમાં ભારતીય સમુદ્ર સીમા બે ભારતીય મછુઆરોને આતંકવાદી સમજીને ઠાર કરનારા બે ઈટાલી નેવીના સૈનિકોને ઈટલી ભારત પાછા નહીં મોકલે. આ બે સૈનિકો પર ભારતમાં હત્યાનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે જ સુપ્રીમ કોર્ટની મંજૂરી લઇ ઈટાલીમાં થનારી ચૂંટણીમાં મત આપવા માટે સ્વદેશ પરત ગયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈટલી એવું ઇચ્છી રહ્યું છે કે આ સૈનિકો પર કેસ ઇટાલીમાં જ ચાલે. જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં આદેશ આપ્યો હતો કે આ બંને વિરુદ્ધ દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં જ કેસ ચાલશે. ઇટાલીએ એવોે દાવો કર્યો હતો કે ભારતે આંતરરાષ્ટ્રીય ધારાઓનો ભંગ કર્યો હતો અને વિદેશી સાધનો-વ્યક્તિઓને આવી કાનૂની કાર્યવાહીમાંથી અપાતી રાહતોનો અમલ કર્યો નહોતો.

સમાચાર એજન્સી રોયટર્સે દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈટાલીની સરકારે ભારતને અનુરોધ કર્યો છે કે આ મામલનો કોઇ રાજદ્વારી ઉકેલ કરવામાં આવે પરંતુ આ અંગે ભારત સરકારે કોઇ જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય બાબત છે કે બંને નેવી ખલાસી સૈનિકોને 4 અઠવાડિયા સુધીમાં ભારત પરત આવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. પરંતુ ઇટાલીના વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે આ સૈનિકો હવે ભારત પરત નહી ફરે.

Share this Story:

Follow Webdunia gujarati