Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલ કાયદાની ઓબામાને ચેતાવણી

અલ કાયદાની ઓબામાને ચેતાવણી

વાર્તા

વોશિંગ્ટન , ગુરુવાર, 20 નવેમ્બર 2008 (11:23 IST)
અલ કાયદાએ ઘણા દિવસોના મૌન પછી અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વિશે પહેલીવાર પોતાના વિચારો સામે રાખ્યા છે. અને તેમના પર ઈસ્લામ સાથે ગદ્દારીનો આરોપ લગાવતા અમેરિકા પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે.

અલ કાયદાના બીજા નંબરના નેતા અયમન અલ જવાહિરીએ ઓબામા પર પોતાની નસ્લ અને પોતાના પિતાની મુસ્લિમ વિરાસત સાથે ગદ્દારી કર્યાનો આરોપ લગાવ્યો છે.

જવાહિરીએ ઈંટરનેટ પર રજૂ એક વીડિયો સંદેશમાં ઓબામાને હાઉસ નીગ્રોના વિશેષણથી સન્માનિત કર્યા. આ વિશેષણ 1960ના દસકામાં અશ્વેત અમેરિકી મુસ્લિમ નેતા મૈલ્કમ એક્સને આપ્યું હતુ. આનો અભિપ્રાય ગોરા માલિકોને વફાદાર અશ્વેત દાસોથી છે.

જવાહિરીએ પોતાના 11 મિનિટના સંદેશમાં કહ્યુ કે તમે માનનીય અશ્વેત અમેરિકિયો કરતા વિપરિત લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. બિલકુલ મૈલ્કમ એક્સની જેમ જ. ચાર નવેમ્બરની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પછી આ અલ કાયદાની ઓબામા વિશેની પહેલી ઉચ્ચસ્તરીય ટિપ્પણી હતી.

એક વિશેષજ્ઞના મુજબ આવતા બે-ત્રણ અઠવાડિયામાં ઓસામા બિન લાદેન પણ ઓબામાને લઈને કોઈ સંદેશ રજૂ કરી શકે છે.

જવાહિરીએ ઓબામાની કડક શબ્દોમાં આલોચના કરતા કહ્યુ કે તેમના નસીબમાં પરાજય લખ્યો છે. તેમણે ઈસ્લામિક લડવૈયાઓને આહ્વાન કર્યુ કે તેઓ અમેરિકા વિરુધ્ધ ત્યાં સુધી હુમલાઓ ચાલું રાખે જ્યા સુધી મુસ્લિમ ધરતી પરથી તેઓ પોતાની સેના નથી હટાવતા.

અમેરિકાના અધિકારીઓ અને વિશ્લેષકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ સંદેશ 20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિનાના સત્તા હસ્તાંતરણ દરમિયાન આતંકવાદી હુમલાનો એક સંકેત હોઈ શકે છે, જો કે તેમણે તાત્કાલિક કોઈ ખતરો હોય તેવી શક્યતાને નકારી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati