Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં શટડાઉન, લાખો કર્મચારીઓ રજા પર મોકલાયા

અમેરિકામાં શટડાઉન, લાખો કર્મચારીઓ રજા પર મોકલાયા
વોશિંગટન , મંગળવાર, 1 ઑક્ટોબર 2013 (10:35 IST)
P.R
અમેરિકા અર્થવ્યવસ્થા અને સરકારી વ્યવસ્થા એક ગંભીર સંકટમાં ફસાય ગયુ છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વિપક્ષી રિપબ્લિકન પાર્ટી વચ્ચે સહમતિ નહી બની શકવાને કારણે અમેરિકા સંસદ નક્કી સમયસીમા 30 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી બજેટ બિલ પાસ નથી થઈ શક્યુ. ઘણી ઓફિસો, મ્યુઝિયમ અને નેશનલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે અને લગભગ સાત લાખથી વધુ સરકારી કર્મચારીઓને બળજબરીપૂર્વક વગર પગારે રજા પર મોકલવામાં આવી રહ્યા છે.

કામબંધની આશંકાને જોતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કેટલાક કલાકો પહેલા જ શક્યત ઉપાયો પર કામ કરવુ શરૂ કરી દીધુ હતુ. તેમને એવા ખરડા પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. જેનાથી આ આશંક કામબંધ દરમિયાન પણ સેનાને બજેટ વહેચણી કરી શકાશે. ઓબામાએ કહ્યુ કે શટડાઉનને સંપૂર્ણ રીતે દૂર કરવુ શક્ય હતુ. પણ વિપક્ષનો સહયોગ ન મળવાથી આ શક્ય બની શક્યુ નહી. તેમણે રિપબ્લિકન પાર્ટીની આલોચના કરતા કહ્યુ કે આ પાર્ટી દેશમાં ફરીથી ચુંટણી ઈચ્છે છે.

બધી ગતિવિધિ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાસ્થ્ય કાયદાને લઈને છે, જેને ઓબામાકેયર પણ કહેવામાં આવી રહી છે. પ્રતિનિધિ સભામાં રિપબ્લિકનનુ બહુમત છે અને તેને પોતાનુ અંતરિમ બજેટ પાસ કર્યુ. જેમા સરકારી ખર્ચ માટે ઓબામાના સ્વાસ્થ્ય સુધારાના મુખ્ય ભાગોને એક વર્ષ માટે ટાળવાની શરત રાખવામાં આવી છે. પ્રતિનિધિ સભામાં રિપબ્લિકન સભ્યો અને સીનેટમાં તેમના સહયોગીઓએ માંગ કરી છેકે આ કાયદાને પરત લેવામાં આવે કે પછી તેના પર થનાર ખર્ચ માટે પૈસા ન આપવામાં આવે. ત્યારે તે સરકારી ખર્ચ માટે બિલ પાસ કરશે. આ સ્વાસ્થ્ય સુવિદ્યા સાથે જોડાયેલ કાયદો મોટાભાગે વર્ષ 2010માં જ પાસ કરવામાં આવી ચુક્યો છે અને તેને અમેરિકી સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો છે. આ કાયદો મંગળવારથી અસ્તિત્વમાં આવી જશે.

Share this Story:

Follow Webdunia gujarati