Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ પ્લસ : 40+ માં ફીટ રહેવાની ટિપ્સ

હેલ્થ પ્લસ
ચાળીસમું વર્ષ દરેક મહિલા માટે ફેરફારોભરેલું વર્ષ રહે છે. કારણ કે આ ઉંમરમાં અનેક એવા શારીરિક ફેરફારો થાય છે જે સહન કરવા દરેક મહિલા માટે મુશ્કેલ હોય છે. જો તમે પણ ચાળીસ વર્ષની મહિલા છો અને ઇચ્છો છો કે હંમેશા સ્વસ્થ રહી શકો તો અત્યારથી એવો આહાર લેવાનું શરૂ કરી દો જે તમારા શરીરને ફાયદો પહોંચાડી શકે. ચાલો જાણીએ, આ મહત્વપૂર્ણ વર્ષમાં તમારે કઇ કઇ બાબતોનું પૂરું ધ્યાન રાખવું જોઇએ જેથી તમારા આગળના વર્ષો આરામથી પસાર થાય...

ધ્યાનમાં રાખો -

1. વ્યાયામ - પ્રયાસ કરો કે તમે દરરોજ ત્રણેક કલાક નિયમિત વ્યાયામ કરશો. આ સિવાય તમે ઇચ્છો તો રોજ સવારે જોગિંગ કરવા જાઓ કે પછી યોગ કરો અથવા જિમમાં જઇ કસરત કરો. આનાથી શરીરનો સ્ટેમિના વધશે અને જીવનમાં જેટલા તણાવ હશે તે દૂર થશે અને હૃદય સંબંધી બીમારીઓ પણ નહીં થાય.

2. વિટામિન - વિટામિન આપણા શરીરમાં અનેક કાર્યો કરવા માટે મદદ કરે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેટલાક વિટામિન જેવા કે વિટામિન સી, કોલોજન ક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે જ એન્ટીઓક્સિડેન્ટનું કામ પણ કરે છે. ખાટા ફળો જેવા કે લીંબુ, સંતરા, આંબળા, ટામેટા વગેરેનું પૂરતી માત્રામાં સેવન કરો. આ સાથે ફોલિક એસિડ, બી 6 અને બી 12 પણ મહત્વના વિટામિન છે. ધ્યાન રહે કે તમારી સવારની શરૂઆત સૂરજના કિરણોથી કરો, આનાથી તમારી અંદર વિટામિન ડીની ઉણપ પૂર્ણ થશે.

3. કેલ્શિયમ - આપણા શરીરમાં 30 વર્ષ સુધી હાડકાનો વિકાસ થતો રહે છે અને ધીમે-ધીમે પછીના વર્ષોમાં તે વિકાસ અટકી જાય છે. જો હાડકામાં કેલ્શિયમની કમી હશે તો આગળ જતાં ઓસ્ટિઓપોરોસિસ થવાનું જોખમ સર્જાય છે. તમારા આહારમાં દૂધ, દહીં, પનીર, શિંગોડા, માછલી વગેરે સામેલ કરો. કેલ્શિયમ શરીરમાં તણાવ ત્યારે જ ઓછો કરે છે જ્યારે પૂરતી માત્રામાં વિટામિન અને મિનરલ હોય. માટે મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન ડી જેવા પોષક તત્વો આહારમાં હોય તે બહુ જરૂરી છે અને આના માટે લીલા શાકભાજી ખાઓ.

4. મીઠું ઓછું ખાઓ - વધારે મીઠું બ્લડ પ્રેશર વધારવાની સાથે હાડકાને પણ નુકસાન પહોંચાડે છે. માટે આખા દિવસનું માત્ર 5થી 7 ગ્રામ મીઠું જ ખાઓ. ભોજનમાં ઉપરથી મીઠું નાંખવાનું ટાળો. સંચળ, સિંધાલૂણ અને આખું મીઠું, સાદા મીઠાની જગ્યા લઇ શકે છે પણ એની માત્રા પણ સીમિત રાખો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયબિટીક માટે ખતરનાક છે કારેલા જાણો એના સાઈડ ઈફેક્ટસ