Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સફરજન ખાવાથી થતા સ્વાસ્થ્યવર્ધક લાભ

સફરજન ખાવાથી થતા સ્વાસ્થ્યવર્ધક લાભ
અનેક સંશોધનમાં સફરજન ખાવાથી થતા અનેક સ્વાસ્થ્યવર્ધક લાભો વિષેની સાબિતીઓ આપવામાં આવી ચૂકી છે. સંશોધનો અનુસાર દરરોજ એક સફરજન ખાવાથી તમારાથી ડૉક્ટર હંમેશા દૂર રહેશે. પણ તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે સફરજનમાં એવી તો શું ખુબીઓ છે જે તેને એટલું સ્વાસ્થ્યપ્રદ ફળ બનાવે છે? તો ચાલો, અમે તમને સફરજનની એવી કેટલીક ખાસ ખૂબીઓ જણાવીએ જે વાંચીને તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. 

રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે - સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આનાથી શરીરને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે.

દાંતો માટે ફાયદાકારક - સફરજનમાંથી નીકળનારો રસ મોઢામાં બેક્ટેરિયાને મારે છે. તે દાંતોને ઇન્ફેક્શનથી તો બચાવે જ છે સાથે તેને મજબૂત પણ કરે છે. સફરજનના સેવનથી દાંતોમાં સડો અને અન્ય સમસ્યા નથી થતી.



ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે - વજન ઓછું કરવા માટે જો તમે ડાયટિંગ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા ડાયટમાં સફરજનને સામેલ કરી લો કારણ કે સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.

કેન્સરથી બચાવ - વિવિધ સંશોધનમાં હવે એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે સફરજનમાં એવા અનેક તત્વો છે જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. પણ હા, સફરજન ખાવાનો આ ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે તેને તેની છાલ સાથે ખાશો.

હૃદય માટે ફાયદાકારક - દરોજ સફરજનનું સેવન શરીરની ધમનીઓને સારી રીતે કાર્ય કરતી કરે છે. સફરજન ફાઇબરનો બહુ મોટો સ્રોત છે જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠાં થતાં રોકે છે. આનાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે.

લિવરનું ટોક્સિન દૂર થશે - આપણે ભોજનમાં હંમેશા તૈલીય, જંક ફૂડ અને વધારે પડતું ગળ્યું ખાઇએ છીએ જે લિવરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ છોડે છે. સફરજન ખાવાથી લિવરનું બધું ટોક્સિન નીકળી જાય છે.

સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ - સફરજન ફાઇબર યુક્ત ફળ છે જેને દરેક ડાયટિશિયન બહુ જાડા લોકોના ચાર્ટમાં સામેલ કરે છે. આનાથી વ્યક્તિની ભૂખ વધુ કેલરીના સેવન વગર જ શાંત થઇ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરીર પરના મસા(wart) દૂર કરવાના ઘરેલુ ઉપાય