Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મ્યુઝિક થેરાપી - મનગમતું ભારતીય સંગીત સાંભળવાથી પણ કેટલાંય રોગો મટી શકે છે

મ્યુઝિક થેરાપી - મનગમતું ભારતીય સંગીત સાંભળવાથી પણ કેટલાંય રોગો મટી શકે છે
, સોમવાર, 12 જાન્યુઆરી 2015 (13:16 IST)
ઋગવેદ અને સામવેદમાં સંગીત ચિકિત્સા છે. જુદા જુદા રાગ દ્વારા અલગ અલગ પ્રકારની બિમારી નિયંત્રિત કરી શકાય છે. ભારત પાસે પ્રાચીનકાળથી મ્યુઝિક થેરાપી રહેલી છે. કિંતુ આજે પણ એ તરફ જાગૃતિનો અભાવ જોવા મળે છે, એવું દેશભરના તબીબોની કોન્ફરન્સમાં વક્તવ્ય આપવા માટે રાજકોટ આવેલા મ્યુઝિક થેરાપીસ્ટ ડો.એ જણાવ્યું હતું. આ યુવાન તબીબે જણાવ્યું હતું કે ભારત પાસે રાગ ચિકિત્સા રહેલી છે. દરેક સંસ્કૃતિમાં મ્યુઝિક થેરાપી છે. ઓમકાર હોય, એક ઓંકાર સતનામ હોય કે પછી અલલાહુ અકબર... તેને ગાવાની જે પધ્ધતિ છે તે એક પ્રકારની સંગીત ચિકિત્સા જ છે.

ભારતમાં મ્યુઝિક થેરાપીનું ચલણ વધારવા માટે એક ખાસ કોર્સ શરૃ થવો જોઇએ. પશ્ચિમમા અત્યારે પુરાવા સહિત સંગીત ચિકિત્સા થાય છે. એટલે કે દર્દીને મ્યુઝિક થેરાપી આપ્યા પહેલાં તેના માટે જરૃરી હોય એવા એમઆરઆઇ, પીઇટી, યુરીનરી, સલાઇવરી, બીપી, હાર્ટરેટ વેરીયેબિલીટી કે બ્લડ શુગર ટેસ્ટ કરવા, ત્યારબાદ દર્દીને સંગીત ચિકિત્સા આપીને ફરીથી પરીક્ષણો કરવા અને શું તફાવત આવ્યો તેની નોંધ કરવી. આ કન્સેપ્ટ આપણા દેશમાં આવે એ ખૂબજ આવશ્યક છે.

ડીજેનું મ્યુઝિક આરોગ્ય માટે સારું છે કે નહીં એ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે જો નાચવું હોય તો ડીજેનું સંગીત સારું છે, પરંતુ માત્ર સાંભળવા માટે તે નથી જ.

તેમણે જણાવ્યું હતું કે મ્યુઝિક થેરાપીના બે પ્રકાર છે. એક પ્રકાર છે  એક્ટીવ ફોર્મ. તેમાં દર્દી પોતે જ વાધ્ય વગાડે છે અથવા ગાય છે. બીજો પ્રકાર છે પેસીવ ફોર્મ. તેમાં દર્દીએ ખાસ પ્રકારના સંગીતનું શ્રવણ કરવાનું હોય છે.
મ્યુઝિક થેરાપી માટે ગાતા આવડતુ જરૃરી નથી. બાથરૃમ સિંગીંગ પણ એક પ્રકારની મ્યુઝિક થેરાપી જ છે.

ડો.એ જણાવ્યું હતું કે વેલનેસ અને ફીટનેસ માટે રોજ સંગીત સાથે ધ્યાન કરવું જોઇએ. ગાડી ચલાવતી વખતે અને કામ કરતી વખતે ધીમુ ધીમુ સંગીત સાંભળવું જોઇએ. એવું કરવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

ક્યા રાગ દ્વારા ક્યો રોગ મટાડી શકાય ?
બિમારી    અસરકારક રાગ
બ્લડપ્રેશર    પૂર્વાધનાશ્રી
સ્ટ્રેટ ઘટાડવા    ભુપાલી
અનિદ્રા    આભોગી, માલકૌસ
અત્યંત પીડા    રાગ ધાની
હૃદયરોગ    રાગ આનંદ ભૈરવ
અમુક સમય સુધી નિયમિતપણે પધ્ધતિસર રીતે રોગને સુસંગીત રાગ સાંભળવાથી તેને નિયંત્રણમાં લાવી શકાય છે અને નહીવત કરી શકાય છે. અત્રે એ નોંધવું ખાસ જરૃરી છે કે મ્યુઝિક થેરાપી એ એક પુરક સારવાર છે. તે દવાની સાથોસાથ લેવાની હોય છે. તે દવાનો વિકલ્પ ન બની શકે.

યાદશક્તિ પાછી લાવે અને પેઇન કિલર પણ
ડોકટરે જણાવ્યું હતું કે મુંબઇમાં એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થઇ ગયું હતું. કેન્સર હાડકાં સુધી પહોંચી ગયું હોવાથી અસહ્ય દુઃખાવો થતો હતો. તેમને નિયમિત સંગીત ચિકિત્સા આપવામાં આવતા તેમની પીડા સાવ ગાયબ થઇ ગઇ હતી. સ્મૃતિભ્રંશનો ભોગ બનેલા એક વૃધ્ધની યાદશક્તિ પણ મ્યુઝિક થેરાપી દ્વારા પાછી લાવવામાં સફળતા મળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati