Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાળિયેર એક ગુણ અનેક જુઓ .........

નાળિયેર એક ગુણ અનેક જુઓ .........
, શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (16:17 IST)
આપણે  બધા જાણીએ છીએ છે કે પૂજન કર્મમાં નારિયળ  મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ દેવી-દેવતાઓની પૂજા નારિયળ વગર અધૂરી છે.  શું તમે જાણો છે કે નારિયળ  ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. અને ભગવાનને નારિયળ  અર્પિત કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. 
 
નારિયલને શ્રીફળ પણ કહેવાય છે  જ્યારે ભગવાન વિષ્ણુએ ધરતી પર અવાતર લીધો  તો તે પોતાના સાથે ત્રણ વસ્તુઓ લક્ષ્મી ,નારિયળનું ઝાડ અને કામધેનુ લાવ્યા હતા. નારિયળમાં બનેલી ત્રણ આંખોને ત્રિનેત્ર રૂપમાં જોવાય છે. 
 
નારિયળ વિશે એક પરંપરા આ છે કે સ્ત્રીઓ નારિયળ નથી વધારતી કે ફોડતી. શું તમે આ પરંપરા પાછળનું રહસય જાણો છો ? 
 
શ્રીફળ શુભ સમુદ્ધ ,સમ્માન ઉન્નતિ અને સૌભાગ્યનું  સૂચક છે. સમ્માન કરવા માટે શાલની  સાથે શ્રીફળ પણ અપાય છે.સામાજિક રીતી રિવાજમાં પણ નારિયળ  ભેંટ કરવાની પરંપરા છે  જેમ વિદાયના સમયે તિલક  કરીને નારિયળ  અને ધનરાશિ ભેંટ કરાય છે. રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધીને નરિયળ  ભેંટ કરે છે અને વચન લે છે. 
 
નારિયળથી શીખ 
 
નારિયળ  ઉપરથી કઠોર અને અંદરથી નરમ અને મીઠુ  હોય છે. આપણે પણ જીવનમાં નારિયળની જેમ બહારથી કઠોર અને  અંદરથી નરમ અને મધુર સ્વભાવવાળું  બનવું જોઈએ. 
 
આ પણ એક તથ્ય છે કે મહિલાઓ નારિયલ નથી વધેરતી કારણ કે નારિયળ બીયડ રૂપમાં છે આથી એ ઉત્પાદન(પ્રજનન) ક્ષમતા સાથે  સંકળાયેલું છે.મહિલાઓ પ્રજનનને કારક છે  આ કારણે મહિલાઓને બીયડ રૂપે નારિયલને ફોડવું  વર્જિત કહ્યુ  છે.  દેવી-દેવતાઓને શ્રીફળ અર્પિત કરી પુરૂષ જ એને ફોડે છે.  નારિયળમાંથી નીકળતા જળથી ભગવાનની પ્રતિમાઓનો અભિષેક પણ કરાય છે. 
 
બલિનો પ્રતીક 

દેવી-દેવતાઓને ખુશ કરવા માટે બલિ  આપવાની પરંપરા છે  જ્યારે આ પરંપરા પર કાનૂની રોક લાગી તો લોકોએ નારિયળને બલિનું  રૂપ આપી દીધું. 

નારિયળના ફાયદા 
 
* નારિયળ ઠંડું હોય છે.
* તાજુ  નારિયળ   કેલોરીથી ભરપૂર હોય છે. એમાં ઘણા પોષક તત્વ હોય છે. 
* નારિયળના  કોમળ થડમાંથી  જે રસ નિકળે છે તેને માડી(નીરા) કહે છે. તેને લજ્જતદાર પેય માનવામાં આવે  છે. 
* સૂતી  સમયે નારિયળ નું  પાણી પીવાથી નાડી સંસ્થાનને બળ મળે છે અને ઉંઘ સારી આવે છે .  
* જે બાળકોને દૂધ ન પચતું હોય તેમને દૂધ સાથે નારિયળ  પાણી મિક્સ કરી પીવડાવવું જોઈએ. 
* બાળકને ડિ-હાઈડ્રેશન થતાં નારિયળ  પાણીમાં નીંબૂનો રસ મિક્સ કરી પીવડાવું. નારિયળ  પાણીમાં ઝાડા બંધ થવાની   રામબાણ   ઔષધિ છે. 
* લીલા નારિયળ સાથે સાકર (મિશ્રી)  ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક નબળાઈ દૂર થાય છે અને બાળક સુંદર જન્મે  છે. 
* નાળિયેરનું  ગર  ખાવાથી આંખને  રોશની અને ગુર્દાને  શક્તિ મળે છે. 
* પૌષ ,માઘ અને ફાગણ મહિનામાં નિયમિત સવારે નારિયેળનુ  ગર ગોળ સાથે ખાવાથી વક્ષસ્થળમાં વૃદ્ધિ થાય છે શારીરિક નબળાઈ દૂર થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati