Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચોમાસામાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ, કેમ ? જાણો ...

ચોમાસામાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ, કેમ ? જાણો ...
, સોમવાર, 3 જુલાઈ 2017 (20:39 IST)
જો તમને લીલા શાકભાજી ખાવા ગમે છે તો ચોમાસાની ઋતુમાં તેને ખાવાનું ટાળો. આમ તો લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેને વર્ષાઋતુમાં ખાવાથી બચવુ જોઈએ. 
 
ચોમાસા દરમિયાન આ શાકભાજીમાં સારી રીતે સૂરજની રોશની નથી પહોંચતી. જેને કારણે તેમા કીટાણું વધી જાય છે. આ ઋતુમાં શાકભાજીઓનુ સેવન કરવાથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેનાથી અનેક સંક્રામક બીમારીઓ થઈ શકે છે. સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનું સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર બગડી જાય છે. 
 
પત્તેદાર શાકભાજીઓ ખાતા પહેલા પાણીથી ધુવો અને પછી તેને મીઠાવાળા પાણીમાં થોડીવાર સુધી પલાળી મુકો. જેનાથી તેમા 
રહેલા કીટાણુ ખતમ થઈ જશે અને આ તે ખાવા લાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા પાનવાળા શાકભાજીનું સેવન કેમ ન કરવુ જોઈએ. 
 
1. કીટાણુંઓથી ભરેલા હોય છે લીલા શાકભાજી 
 
લીલા પાનવાળા શાકભાજીમાં બેક્ટેરિયા ખૂબ વધુ  હોય છે. શાકભાજીના પાનમાં તે પોતાનું ઘર બનાવી લે છે. આ કીડા લીલા રંગના હોવાને કારણે પકડમાં આવતા નથી અને પેટમાં જતા રહે છે જેનાથી પેટમાં સંક્રમણ થઈ જાય છે. 
 
2. મોટાભાગની શાકભાજી કીચમાં ઉગે છે. 
 
મોટાભાગના લીલા પાનવાળા શાક વરસાદને કારણે કીચડમાં ઉગે છે. જેનાથી તે ખૂબ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. જો તેને સારી રીતે ધોઈને ખાવામાં ન આવે તો તબિયત ખરાબ થઈ શકે છે.  
 
3. ગંદા સ્થાન પર મુકવામાં આવે છે. 
 
જ્યારે શાકભાજીઓ રમતોથી કટ કરી આવે છે તો તેમને મંડીમાં ક્યાય પણ મુકવામાં આવે છે. આવામાં શાકભાજીઓને દૂષિત સ્થાન પર મુકતા બીમારીઓ થવાની આશંકા ખૂબ વધી જાય છે. 
 
4. કીડા અંદર ધુસેલા રહે છે 
 
શાકભાજીમાં કીડા એ રીતે ધુસેલા રહે છે કે સ્પષ્ટ દેખાતા નથી. તેનો ઉપયોગ કરતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં નાખીને ઉકાળી લો અને પછી પકવો. 
 
5.  રંગ ભરવા માટે ઈંજેક્શન લગાવવામાં આવે છે 
 
વરસાદના મોસમમાં મોટાભાગે શાકભજીવાલા સારા પૈસા કમાવવા અને શાકભાજીને લીલીછમ બતાડવાના ચક્કરમાં તેને રંગથી ભરવાનું ઈંજેક્શન લગાવી દે છે. આ નકલી રંગની સીધી અસર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. જેનાથી શરીરને તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે  છે. 
 
6. ચોમાસામાં બહારનુ ખાવાથી સાવધ રહો 
 
જો તમે બહાર ખાવાના શોખીન છો તો આ પ્રકારની શાકભાજીઓથી બનેલ ડીશ ખાશો. અનેક હોટલો અને ઢાબામાં શાકભાજી સારી રીતે ધોવાતી નથી જેનાથી પેટમાં સંક્રમણ થવાની શક્યતા રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક