Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેમ આવે છે હાર્ટ અટેક - જાણો હાર્ટ એટેક આવવાના કારણ

hearth attack
, શનિવાર, 7 મે 2022 (15:47 IST)
આજકાલ જે રીતે કાર્ડિએક પ્રોબ્લેમ્સી વધતા ચાલ્યા છે એને જોતાં હાર્ટ અને એને સંબંધિત રોગ વધુ ને વધુ ચિંતાનું કારણ બની રહ્યા છે. હાર્ટ-અટેકનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે એ અચાનક આવે છે અને જયાં સુધી દરદી હોસ્પિયટલમાં પહોંચે ત્યાં સુધીમાં ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે. હાર્ટ-અટેકને કારણે વ્યક્તિને પેરેલિસિસથી લઈને મૃત્યુ સુધીના પરિણામનો સામનો કરવો પડી શકે એમ છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં દરદીને જેટલી જલદી સારવાર આપી શકાય એટલું દરદીના શરીરને થતું નુકસાન અટકાવી શકાય છે. એનાથી પણ સારી વાત એ છે કે જો હાર્ટ-અટેકને જ ટાળી શકાય તો એનાથી થતા બધા જ પ્રોબ્લેમ્સ ને ટાળી શકાય.
 
દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે  એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ?
 
હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્રારા પહોચે છે. ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો (છહખ્તૈહટ્ઠ) અનુભવાય છે. આ  દુખાવો ક્ષણીક હોય છે અને ર થી પ મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ છહખ્તૈહટ્ઠ નો દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં,પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. ૨૦% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે ૬૦% પુરૂષો અને પ૦% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહલા લક્ષણ રૂપે સીધોે હાર્ટ-એટેક જ આવે છે. અને અત્યંત ગંભીર બાબતતો એ છે કે હાર્ટ-એટેક દરમ્યાન રપ %  લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યું પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ-દર નથી ! અને કરૂણતા તો એ છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં હૃદયરોગની બિમારીનું પ્રમાણ પ થી ૧૦ ગણું વઘારે છે અને ભારતને હૃદયરોગોની રાજધાની કહેવાય છે!
 
તાજેતરમાં અમેરિકન હાર્ટ અસોસિએશનના સાયન્ટિફિક સેશનમાં એક રિસર્ચ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે હાર્ટના લગભગ 50  ટકાથી વધુ દરદીઓને હાર્ટ-અટેક આવવાના એક મહિના પહેલાંથી જ એનાં લક્ષણો સામે આવી ગયાં હતાં જેના પરથી હાર્ટ-અટેક આવી શકે છે એવી શક્યમતાને જાણી શકાય એમ હતું. આ રિસર્ચમાં ૩૫થી લઈને 65 વર્ષ સુધીના 825  પુરુષો જે કાર્ડિએક અરેસ્ટ નો ભોગ બન્યાઆ હતા તેમનો સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાંથી 56.7  કેસ એવા હતા એમાં અટેક આવ્યા ના એકાદ મહિના પહેલાં જ દરદીઓનાં હાર્ટ-અટેકનાં લક્ષણો સામે આવ્યાં હતાં. એમાંથી 56 ટકા દરદીઓને છાતીમાં દુખાવો ઊપડયો હતો, 13 ટકા દરદીઓ અપૂરતો શ્વાસ જ લઈ શકતા હતા, 4  ટકા દરદીઓને ચક્કર આવતાં હતાં, તેઓ બેભાન થઈ જતા હતા કે તેમને ધબકારાને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હતા. આ બધું અટેક આવ્યા ના એક મહિના પહેલાં જ થયું હતું જે ખરા અર્થમાં હાર્ટ-અટેકનાં લક્ષણો ગણી શકાય.
 
આ સિવાય આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકોને હાર્ટ-અટેક હોસ્પિટલની અંદર કે એની નજીક નહીં પરંતુ હોસ્પિટલની બહાર આવ્યો હતો એવા લોકોમાંથી ફક્તા ૧૦ ટકા લોકોને જ બચાવી શકાયા છે. એટલે કે જે લોકો હોસ્પિરટલમાં હતા તેમને તરત સારવાર મળવાથી તેઓ બચી ગયા, પરંતુ જેઓ હોસ્પિિટલમાં નહોતા તેમના માટે બચવું મુશ્કેલ હતું. આ રિસર્ચના તારણ અનુસાર હાર્ટ-અટેકનાં 80  ટકા લક્ષણો અટેક પહેલાંના ચાર અઠવાડિયાંથી લઈને અટેકના એક કલાક પહેલાં સુધીમાં સામે આવી જાય છે. જરૂર છે એને ઓળખવાની.
 
તો શું હાર્ટ-અટેક આવવાનો છે એવી ખબર દરદીને પહેલાંથી પડી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં કાર્ડિયોલોજિસ્ટર ડો. આશિષ કોન્ટ્રે ક્ટંર કહે છે, ‘હાર્ટ-અટેક હંમેશાં અચાનક આવતી બીમારી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ એટલી પણ અચાનક નથી આવતી. ઓલમોસ્ટ ૫૦ ટકા કેસોમાં એવું જોવા મળ્યું છે કે હાર્ટ-અટેકનાં ચિહ્નો કે લક્ષણો પહેલાં દેખાઈ આવે છે. જો એને સાચી રીતે ઓળખી કાઢવામાં આવે તો ઘણા ફાયદાઓ થઈ શકે છે, પરંતુ દુખની વાત એ જ છે કે લોકો આ લક્ષણોને ઓળખી નથી શકતા અને સામાન્યછ બીમારી સમજીને અવોઇડ કરી નાખતા હોય છે. આ વિશે દરેક વ્યમક્તિકએ થોડી જાગૃતિ કેળવવી જરૂરી છે. જો તમે તમારા શરીરને વ્યજવસ્થિ ત જાણતા હો તો આ લક્ષણો ઓળખવાં સહેલાં છે.'
 
હાર્ટ-અટેકને કયાં લક્ષણોથી સમજી શકાય એ વિશે વાત કરતાં ડો. આશિષ કોન્ટ્રેબક્ટએર કહે છે, ‘હાર્ટ-પ્રોબ્લેઅમનાં લક્ષણોમાં ઘણાં લક્ષણો સ્ટ્રોરન્ગા અને સ્પનક્ટ‍ હોય છે જેને તરત ઓળખી શકાય છે જયારે ઘણાં એટલાં અસ્પ્ક્ટલ હોય છે કે એને હાર્ટનાં લક્ષણો ગણવાં કે નહીં એ પણ એક પ્રશ્ન છે. એનાં સ્ટ્રોએન્ગે લક્ષણોમાં જોઈએ તો છાતીમાં દુખાવો અને બ્રેથની શોર્ટનેસ એટલે કે અપૂરતો શ્વાસ કે શ્વાસ લેવામાં કોઈ પ્રકારની તકલીફ મુખ્યણ લક્ષણો છે જયારે માથું ભારે લાગવું, ચક્કર આવવાં, નબળાઈ લાગવી, શરીરના કોઈ ભાગમાં દુખાવો ખાસ કરીને છાતીથી લઈને હાથ તરફનાં અંગોમાં દુખાવો, બેચેની, ગભરામણ વગેરે ખૂબ અસ્પતક્ટા લક્ષણો છે જે કોઈ બીજાં કારણોસર પણ વ્યજક્તિીને થઈ શકે છે એથી આ લક્ષણો સાથે એ ડિટેક્ટગ કરવું કે આ વ્યપક્તિથને હાર્ટની તકલીફ હોઈ શકે એ મુશ્કેલ છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવીન્દ્ર નાથ ટૈગોર: એવા કવિ જેમની કવિતાઓમાંથી 3 દેશોએ લીધા રાષ્ટ્રગીત