Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું બીજીવાર ગર્ભાધાન કેમ કરી શકતી નથી.... સેકન્ડરી ઈનફર્ટાલિટી

unable to conceive

ડૉ. રિષિકેશ પાઈ

, બુધવાર, 30 નવેમ્બર 2022 (18:02 IST)
મુંબઈની લીલાવતી હૉસ્પિટલ, નવી મુંબઈની ડી.વાય. પાટિલ હૉસ્પિટલ અને ચંડીગઢ, નવી દિલ્હી અને ગુડગાંવની ફૉર્ટિસ હૉસ્પિટલ સાથે સંકળાયેલા કન્સલ્ટન્ટ ગાયનેકોલૉજિસ્ટ ઍન્ડ ઈન્ફર્ટાલિટી સ્પેશિયાલિસ્ટ બીજા સંતાનનું પ્લાનિંગ કરવું એ તમારા અને તમારા જીવનસાથી માટે રોમાંચક અનુભવ હોઈ શકે છે. નવજાત બાળકની સાર-સંભાળ લેવાના આ પૂર્વેના અનુભવના આધારે આ વખતે તમે માનસિક અને શારીરિક રીતે વધુ તૈયાર છો એવું તમે અનુભવતા હશો. તમે કદાચ એવું પણ માનવા લાગ્યા હશો કે, તમારા બીજા સંતાન માટે ગર્ભાધાન કરવું એ તમારા પહેલા સંતાન માટે પ્રૅગ્નન્ટ થવા જેટલું જ આસાન હશે, પણ આ દર વખતે આ બાબત સાચી હોતી નથી.
 
લાખો લોકો સેકન્ડરી ઈન્ફર્ટિલિટીથી પીડાય છે. સેકન્ડરી ઈન્ફર્ટિલિટી આ શબ્દનો ઉપયોગ ફર્ટિલિટી નિષ્ણાતો એવી સ્થિતિને વર્ણવવા માટે કરે છે, જેમાં કોઈ સ્ત્રીને આ પહેલા સફળ રીતે કુદરતી ગર્ભાધાન અને બાળજન્મ પછી ગર્ભવતી થવામાં સમસ્યા અનુભવાતી હોય. આ પ્રકારનું વંધ્યત્વ વ્યાપક છે, ખાસ કરી ને એવી સ્ત્રીઓમાં જેઓ બીજીવાર ગર્ભાધાન માટે વયની મોડી ત્રીસી સુધી કે ચાળીસીની શરૂઆત સુધી રાહ જુએ છે. 
 
બીજીવાર ગર્ભાધાન પહેલીવાર કરતાં વધુ પડકારરૂપ હોય છે?
 
ફળદ્રુપતાની વાત આવે ત્યારે, આ પહેલાની સફળતા ભાવિ સફતાનો નિર્દેશ કરતી નથી. એ જાણીને તમને કદાચ આંચકો લાગશે કે તમારી ફળદ્રુપતા પર તમારૂં નિયંત્રણ હંમેશાં હોતું નથી. તમારી પહેલી ગર્ભાવસ્થા અને બીજી પ્રૅગનન્સીની ઇચ્છા વચ્ચે ફળદ્રુપતામાં ઘટાડો કે નુકસાન અનેક પરિબળોને કારણે થઈ શકે છે. પ્રાયમરી એટલે કે પ્રાથમિક વંધ્યત્વનું કારણ બનતા અનેક પરિબળો સેકન્ડરી ઈન્ફર્ટિલિટી માટે પણ નિમિત્ત બને છે. 
 
ફરીવાર ગર્ભાધાન કરવાની તમારી અક્ષમતા માટે જવાબદાર કેટલાંક સર્વ સામાન્ય કારણો નીચે આપ્યાં છે.
 
વય:
 
વય વધતી જાય તેમ સ્ત્રીની ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાના કારણે, પહેલા સંતાનના ગર્ભાધાન કરતાં બીજા બાળકના ગર્ભાધાન સમયે સમસ્યા ઊભી થઈ શકે છે. ઉંમર વધે તેમ હૉર્મોન સંબંધી ફેરફારો અને કેટલાક રોગો થવાના જોખમોમાં વધારો થાય છે, અને આ બંને બાબતો ફળદ્રુપતા પર અસર કરે છે.વય વધવા સાથે ઈંડાંનું પ્રમાણ ઓછું થતું જાય છે, ત્રીસીની મધ્યમાં હોય અથવા એનાથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં સેકન્ડરી ઈનફર્ટિલિટી હોવાની શક્યતા વધી જાય છે.
 
પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડોઃ
 
તમને કદાચ ખ્યાલ હશે કે, વય, જેનેટિક સમસ્યાઓ, પર્યાવરણ સંબંધી પરિબળો, ફિટનેસ અને દવાઓ જેવી બાબતોને કારણે વીર્યની ગુણવત્તા અને પ્રમાણ પર અસર થાય છે. એટલું જ નહીં, રોજિંદા જીવનની કેટલીક ટેવો પણ વીર્યનું ઉત્પાદન ઘટાડે છે. આ ટેવો નીચે મુજબની હોઈ શકે છેઃ
- ટેસ્ટોસ્ટેરોન બુસ્ટર્સનો ઉપયોગ કરવો
- વૃષણોનું વધુ પડતી ગરમીના સંપર્કમાં આવવું
- વૃષણો શરીરની બહાર હોવાનું ચોક્કસ કારણ છે. તે વધુ પડતા ગરમ થાય તો સ્પર્મ કાઉન્ટ પર અસર થાય છે, આનું કારણ ચુસ્ત કપડાં (બાઈકર શૉર્ટ્સ   જેવા) અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ હોઈ શકે છે.
- પૉલીસીસ્ટિક ઓવરી સીન્ડ્રૉમ (પીસીઓસીએ):
 
આ હૉર્મન સંબંધી ગરબડ અથવા ઓવ્યુલેસનમાં ખલેલ પહોંચાડતું અસંતુલન છે. આના કારણે રજસ્રાવ (પીરિયડ્સ) અનિયમિત અથવા તેનું અસ્તિત્વ જ ન હોય એવી સ્થિતિ સર્જાય છે. પીસીઓએસ ઉપરાંત ભૂતકાળમાં થયેલા કોઈ ઑપરેશનI અને ચેપ જેની બાબતોને કારણે પણ વ્યંધત્વ થઈ શકે છે.
 
સ્થૂળતા અથવા વધારે પડતું વજન હોવુઃ
 
વધુ પડતું વજન હોવાને કારણે સ્ત્રી અને પુરુષો બંનેમાં ગર્ભાધાન સંબંધી સમસ્યાઓ ઉદભવી શકે છે. સ્ત્રીઓમાં સ્થૂળતા ઈન્સ્યુલિન પ્રતિકારમાં પરિણમી શકે છે અને ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધે છે, આનાથી ગર્ભાધાનમાં સમસ્યાઓ ઊભી થાય છે. પુરુષોમાં વધારે પડતું વજન એસ્ટ્રોજેનના સ્તરોમાં વધારો કરી શકે છે, પરિણામે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.
 
આલ્કૉહૉલનું વધુ પડતું સેવનઃ
 
સ્ત્રી કે પુરુષમાં આલ્કૉહૉલનું વધારે પડતું સેવન ગર્ભાધાનમાં મુશ્કેલી સર્જી શકે છે. દિવસમાં બેથી વધુ ડ્રિન્ક લેનારી અને અઠવાડિયે સાતથી વધુ ડ્રિન્ક લેનારી સ્ત્રીઓને ગર્ભાધાનમાં વધુ સમય લાગે છે અને સ્વસ્થ બાળક થવાની તેમની શક્યતાઓમાં ઘટાડો થતો હોવાનું જોવા મળે છે. જે પુરુષો બાળક ઇચ્છે છે તેઓ આલ્કૉહૉલનું સેવન ઓછું કરે તો એ તેમના માટે મદદરૂપ થઈ શકે છે. આલ્કૉહૉલનું મધ્યમથી વધુ સેવન હૉર્મોન્સ અને સ્પર્મ ઉત્પાદન પર અસર પાડી શકે છે.
 
ધૂમ્રપાનઃ
 
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું આપણે જાણીએ છીએ, પણ તમે કદાચ એ વાત નહીં જાણતા હો કે, આના કારણે તમારી ફળદ્રુપતા પર પણ અસર થઈ શકે છે. સ્મૉકિંગ ઈંડાંને નુકસાન કરે છે અને ઑવ્યુલેશનની સમસ્યા નોતરી શકે છે. મહિલાઓમાં તેનાથી વ્યંધત્વની સમસ્યા વકરી શકે છે. તમે વયની ત્રીસીના મધ્યમાં હો અને તમે હજી પણ તમારા બીજા બાળકની પ્રતીક્ષા કરી રહ્યા હો, તો સાવ નિરાશ થવાની જરૂર નથી. ધીરજનો ગુણ મહત્વનો છે, પણ મદદ મેળવવા માટે બહુ લાંબી રાહ જોવાની જરૂર નથી.
 
સમાપન
 
રિપ્રૉડક્ટિવ ટેક્નિક્સમાં આવેલા આધુનિક પરિવર્તનો સાથે અને જીવનશૈલીમાં થોડાઘણા ફેરફાર અથવા ફર્ટલિટી સંબંધી દવાઓ તથા ફર્ટિલિટી નિષ્ણાતોની મદદ મેળવી તમે ફરી ગર્ભાધાન કરવા માટે સક્ષમ બની શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skin Care Tips: શિયાળામાં સૂતા પહેલા આ વસ્તુઓથી કરો ચેહરાની મસાજ, ફેસ બનશે ગ્લોઈંગ અને સુંદર