Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સફળતા માટે ટિપ્સ - સફળ લોકો સવાર સવારે શુ કરે છે ?

સફળતા માટે ટિપ્સ - સફળ લોકો સવાર સવારે શુ કરે છે ?
, ગુરુવાર, 22 જૂન 2017 (06:09 IST)
સફળતા કોઈને સહેલાઈથી નથી મળતી અને જો કોઈને ઓછી મહેનતે મળી જાય તો તે તેને મહેનત, પ્રતિભા યોગ્ય નિર્ણય ક્ષમતા વગર બચાવીને નથી રાખી શકતા.  તેથી આ જાણવુ ખૂબ જ ઉપયોગી છેકે જે લોકો સફળ થયા છે તે સૌ પહેલા સવાર સવારે શુ કરે છે ?  સામાન્ય રૂપે સફળ લોકોમાં આ વાતો જોવા મળી છે. 
 
સવારે વહેલા ઉઠવુ -  સામાન્ય રીતે સફળ લોકો સવારે 6 વાગ્યે કે તેના પહેલા જ પથારી છોડી દે છે. મતલબ અંગ્રેજી કહેવત, 'અર્લી ટુ બેડ અને અર્લી ટૂ રાઈઝ મેક્સ.. ' કહેવત આમ જ નથી બની.  જો તેઓ વધુ પડતા કામ કે અન્ય કોઈ કારણે નિયમિત સમય પર નથી સૂઈ શકતા તો અપ્ણ સવારે સમય પર જલ્દી જ ઉઠી જાય છે. અને વધુ આરામની જરૂર પડતા તેઓ બપોરે થોડો આરામ કરી લે છે. 
 
વાર્મ અપ -  વર્ક-આઉટ કે વ્યાયામ સારી સફળતામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અનેકવાર આ સફળતાનો આધાર પણ હોય છે. અનેકવાર કેટલાક સફળ લોકોનુ આરોગ્ય કોઈ દુર્ઘટના કે પૂર્વની ભૂલ થી બગડી પણ ગઈ હોય છે. પણ તેઓ પોતાના આરોગ્યને જેટલુ પણ સારુ રાખી શકે છે એટલુ રાખવા માટે સદા સજાગ રહે છે. આ માટે તેઓ સવારે કે અનુકૂળ સમય પર કોઈને કોઈ વ્યાયામ એરોબિક્સ કે વાર્મ અપ/વર્ક આઉટ કરે છે. સવારેનું સારુ વર્કઆઉટ તમને આખો દિવસ તરોતાજા રાખે છે. 
 
શુભકામનાઓની લેવડ-દેવડ -  સામાન્ય રીતે સફળ લોકો ખૂબ મિલનસાર અને ખુશમિજાજ સ્વભાવના હોય છે અને સવાર સવારે પોતાના પરિવારના લોકો અને અન્ય બધાને મળનારાઓને હસીને મળે છે અને તેમને ગુડ મોર્નિંગ વગેરે કહેતા શુભેચ્છા આપે છે.  
 
વધારાના કામ કરી લેવા - સફળ લોકો સવારે જ જરૂરી કામથી પરવારી લેવાનો પ્રયાસ કરે છે. કે તેઓ એવી તૈયારીઓમાં સવારનો સમય લગાડે છે જે તેમને દિવસના કોઈ કામમાં સહાયક હોય છે.  તેઓ આવુ કરીને દિવસ માટે વધુ નિશ્ચિત થઈ જાય છે. 
 
દિવસના કામોની યોજના બનાવવી -  સવારના કામોની શરૂઆત કરતા પહેલા સફળ લોકો તેની એક યાદી બનાવીને તેની પ્રાથમિકતા નક્કી કરીને એક કાચુ ટાઈમ ટેબલની જેમ યોજના બનાવી લે છે. જો કે પહેલા એ નક્કી નથી હોતુ કે કયા કામમાં કેટલો સમય લાગશે તો એવામાં ફક્ત તેનો ક્રમ નક્કી કરી લે છે. 
 
નાસ્તો કે બ્રેક-ફાસ્ટ - સવારે એક પૌષ્ટિક અને ઉર્જાદાયક નાસ્તો લેવો આરોગ્યની દ્રષ્ટિએ સારો હોવા ઉપરાંત તે તમને કામ કરવા માટે શારીરિક અને માનસિક રૂપે તૈયાર પણ કરે છે.  જોવા મળ્યુ છે કે સફળ લોકો પણ આ વાતને સમજતા નાસ્તો કરતા ભૂલતા નથી. હા, નાસ્તામાં જે ઈચ્છતા હોય એ જ ખાસ વસ્તુઓ મળે એ વાતને લઈને તેઓ બીજાનો મૂડ ખરાબ પણ નથી કરતા. 
 
પરિવારને સમય અને પ્રેમ આપવો - સામાન્ય રીતે પરિવાર વ્યક્તિની સફળતા અને અસફળતામાં ખૂબ મહત્વ ધરાવે છે. તેથી સફળ લોકો સવારનો કોઈને કોઈ સ્માય પરિવારને પણ આપે છે.  સમય ભલે વધુ ન આપી શકે પણ તે પરિવારના લોકોનુ ધ્યાન રાખે છે. અને કોઈપણ રીતે તેમની પ્રત્યે પ્રેમ દર્શાવે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરે જ બનાવો બજાર જેવી ક્રિસ્પી - French fries