Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weight loss: આ ઘરેલુ કામને કરવાથી પણ ઘટશે તમારુ વજન, આ રીતે કાઢો તમારુ BMI

Weight loss: આ ઘરેલુ કામને કરવાથી પણ ઘટશે તમારુ વજન, આ રીતે કાઢો તમારુ BMI
, શનિવાર, 13 એપ્રિલ 2019 (17:23 IST)
તમે તમારા ઘરેલુ અને વ્યક્તિગત કામ કરીને પણ વર્ક આઉટની જેમ કૈલરી બર્ન કરો છો. જરૂર ફક્ત એ વાતની છે કે તમ શારીરિક રૂપે સક્રિય રહો. ઘર અને કિચન ગાર્ડનમાં કામ કરવુ, ફર્નીચરની સફાઈ કરવી અને તમારા વ્યક્તિગત કામ જેવા કે ન્હાવા, શરીરને સાફ કરવામાં પણ કેલરી બર્ન થાય છે. જેવી કે 30 મિનિટ કિચન ગાર્ડનમાં કામ કરવાથી લગભગ 315 કૈલરી બર્ન થાય છે.  આટલી કૈલરી સમતલ પર 45 મિનિટ સાઈકલ ચલાવવાથી બર્ન થાય છે. 
 
કારને 30 મિનિટ સુધી ધોવાથી હાથ અને પેટૅની એક્સરસાઈઝ થાય છે અને 143 કૈલરી બર્ન થાય છે. આ એટલી જ છે જેટલી 15 મિનિટ ટ્રેડ મિલ ચાલવાથી બર્ન થાય છે. 
 
- બાથરૂમની ટાઈલ્સ, વૉશ બેસિન અને સિંકને 30 મિનિટ સુધી ઘસવાથી લગભગ 200 કૈલરી બર્ન થઈ જાય છે. 
- 30 મિનિટ સુધી બારી, દરવાજાની સફાઈ કરવામાં 125 કૈલરી  બર્ન થાય છે. જે માટે 20 મિનિટ પાવર યોગા કરવાનુ હોય છે. 
- 30 મિનિટ સુધી હાથથી વાસણ ધોવામાં 265 કૈલરી, વૈક્ર્યૂગ કરવામાં 190  કૈલરી ઝાડૂ લગાવવામાં 150 કૈલરી, કપડાને પ્રેસ કરવાઅમાં 70 કૈલરી બર્ન થાય છે. 
- એક શાકભાજીને કાપવા, ધોવા, હલાવવા અને સીઝવવામાં લગભગ 96 કૈલરી બર્ન થાય છે. 
- પગપાળા ચાલતા અડધો કલાકની નાની-મોટી શોપિંગમાં તમે 140 કૈલરી બર્ન કરી લો છો. 
 
બીએમઆઈ 
 
તમારો ભાર (કિલોગ્રામમાં)ને પોતાની ઊંચાઈ (મીટરમાં)કે વર્ગથી ભાગાકાર કરો. 
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનો ભાર 80 કિલોગ્રામ છે. તેની ઊંચાઈ 1.8 મીટર છે. 1.8 મીટરનો વર્ગ 3.24 થાય છે. 80ને 3.24 થી ભાગી નાખો. બીએમઆઈ 24.69 આવશે. 
 
બીએમઆઈના માપદંડ પર જાડાપણુ 
 
- જેમનુ બીએમઆઈ 18.5 થી ઓછુ છે તેમનો ભાર સામાન્યથી ઓછો છે. 
- જેમનુ બીએમઆઈ 18.5 અને 25ની વચ્ચે છે તેમનો ભાર આદર્શ છે. 
- જેમનુ બીએમઆઈ 25 થી 30ની વચ્ચે છે તેમનો ભાર સરેરાશથી વધુ છે. 
- જેમનુ બીએમઆઈ 30થી વધુ છે તેઓ જાડાપણાનો શિકાર છે. 
- કેટલાક દેશમાં એ લોકોને સરેરાશથી પણ ઓછા વજનના માનવામાં આવે છે જેમનુ બીએમઆઈ 20થી ઓછુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાંચ પત્નીઓએ સતત કર્યું રેપ, મરી ગયું પતિ...