Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips - અનેક રોગોની એક દવા છે હળદર

Health Tips - અનેક રોગોની એક દવા છે હળદર
, ગુરુવાર, 1 જૂન 2017 (04:18 IST)
આપણા રસોડામાં રોજીંદા વપરાશમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં ઔષધીના ઘણા ગુણ સમાયેલા છે. તેમ ઉપયોગ કરવાથી ઘણા દર્દમાં રાહત મળે છે. આયુર્વેદ પ્રમાણે હળદર કફ નાશક, રક્તશોધક અને ગરમ પ્રકૃ‍તિની માનવામાં આવે છે. 

હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે. 

મુંઢમાર વાગ્યું હોય ત્‍યારે એક ચમચી હળદર, એક ચમચી મીઠુંમાં પાણી નાખી ગરમ કરી દુખાવાની જગ્યા પર ગરમ લેપ લગાવવાથી દુખાવામાં રાહત થાય છે. 

કુમિની તકલીફ હોય ત્‍યારે હળદરને સવારે ખાલી પેટે પાંચ-સાત દિવસ લેવાથી કૃમિથી રાહત મળે છે.

હળદરમાં રક્તશોધકનો ગુણ રહેલો છે. માટે જેમને લોહી વિકારની તકલીફ હોય તેમણે પોતાના ખોરાકમાં હળદરનો ઉપયોગ વધારે કરવો જોઇએ. 

બજારમાં લીલી હળદર મળે ત્‍યારે તેની કટકી કરી તેમાં મીઠું ઉમેરીને લેવાથી રક્તવિકાર માં રાહત થાય છે. 

ચહેરા પર ખીલના ડાઘા હોય તો હળદરમાં દૂધ, મધ અને ચંદન પાવડર મેળવી લગાવવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે અને ચહેરામાં ચમક આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે શરમને દૂર કરીને Smart પર્સન બનવા માંગો છો ? તો અપનાવો આ 5 Tips