Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વજન ઓછું કરવા માટે કરો આ વસ્તુઓનો ઉપયોગ

વજન ઓછું કરવા માટે કરો આ વસ્તુઓનો ઉપયોગ
, શનિવાર, 24 જાન્યુઆરી 2015 (15:46 IST)
જો ધ્યાન આપીએ તો શરીરના સૌથી વધારે જાડાપણુ આપણા પેટમાં ફેલાય  છે. આપણા  શરીરના જે ભાગમાં વજન વધે છે તે આપણું  પેટ છે. આપણે  એકસરસાઈજ થી આપણુ વજન ઓછું કરી શકીએ  છીએ. . આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા ડાયેટમાં પ્રોટીનથી ભરપૂર ખાદ્યને શામેલ કરો કારણ કે આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ  રાખે છે . જો આપણે  આ ખાદ્યનો ઉપયોગ આપણા  ભોજનમાં કરીએ  તો પેટને શેપમાં લાવી શકાય્  છે. 
 
ગ્રીન ફ્લાવર  
 
આ લીલુ  શાક વિટામિન 'સી'અને કેલ્શિયમથી ભરપૂર છે. જે શરીરમાં રાસાયણિક તત્વોને હજમ કરવા અને ચયાપચય પ્રણાલીને વધારવામાં સહાયક હોય છે. આ પ્રકારના  શાકમાં રહેલા ફાઈબર અને પાણીની માત્રા ઉચ્ચ હોય છે. જેના અર્થ છે કે તમે પેટને લાંબા સમય સુધી ભરેલું અનુભવશો અને વધારે ખાવાથી બચો છો. ફુલાવરને અઠવાડિયામાં 4 વાર પોતાના ભોજનમાં જરૂર શામેલ  કરો. 
 
ઈંડા
ઈંડા ખાસ કરીને હળવો  સફેદ ભાગ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ફેટને બર્ન કરવા ઉપયોગી છે. સાથે જ ઈંડામાં કેલોરીજ પણ ઓછી હોય છે. અભ્યાસોમાં જણાબ્યું છે કે આ વિટામિન ડી નો પણ સારું સ્ત્રોત છે. તમે ફેટ બર્ન કરવા માટે તમારા નાશ્તામાં ઈંડાનો સફેદ ભાગ શામેલ કરી શકો છો. 
 
તજ  
આ મસાલા એંટીઓક્સીડેંટથી ભરપૂર છે અને એમાં તમારી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા છે . આ સીધી  રીતે ઈંસ્યુલિન પર પ્રભાવ નાખે છે.અને ભૂખને નિયંત્રણમાં કરે છે. એક વાર જ્યારે ભોજનની તમારી ઈચ્છા શાંત થઈ જાય તો તમારુ  શરીર જાતે જ જમા ફેટનો ઉપયોગ કરવો શરૂ કરે છે. ખાસ કરીને શરીરના મધ્ય ભાગથી. ભોજનમાં તજને સામેલ કરવુ  સૌથી વધારે સારી રીત છે તેને  તમારા ડ્રિંકસમાં મિક્સ કરો. તમે બપોર કે રાતના ભોજનમાં પણ એને નાખી શકો છો. 
 
એવોકોડો 
આમ તો બીજા સ્વાસ્થયવર્ધક  ખાદ્યથી એવોકોડોમાં ફેટની માત્રા થોડી વધારે હોય છે. આ ફળમાં રહેલા મોનોસૈચુરિયેટ ફેટસ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા સહાયક હોય છે.  એમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે પોષક તત્વોને ઉર્જામાં ફેરવવા સહાયતા કરે છે. એવોકોડોમાં ફાઈબર વિટામિન બી અને એમિનો એસિડ હોય છે જે તમે ભરેલું લાગણી આપે છે. તેલયુક્ત આહારના સ્થાને એવોકોડોનો સેવન કરવનો પ્રયાસ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati