. સામાન્ય રીતે જોવા મળે છે કે ગરમીની ઋતુમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધી જાય છે. પણ શુ તમે જાણો છો કે ગરમીની ઋતુમાં પણ તમે બચી શકો છો. ફૂડ પોઈઝનિંગથી. જી. હા આજે અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે બચશો ફૂડ પોઈઝનિંગથી.
- ગરમીમાં ફૂડ પોઈઝનિંગનુ મુખ્ય કારણ હવામાં રહેલ બેક્ટેરિયા અને વાયરસ છે જે ખૂબ ઝડપથી મલ્ટીપ્લાઈ થાય છે.
- મોટાભાગે જોવા મળે છે કે લોકો સમર્સમાં ફૂડ પૈક કરીને ગરમીમાં જ છોડી દે છે. તેનાથી ફૂડ જલ્દી ખરાબ થઈ જાય છે. આવામાં તમારે કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવુ જોઈએ.
- ડેયરી પ્રોડક્ટ્સ મતલબ દૂધ અને દહીથી બનેલી વસ્તુઓ તમે ખૂબ મોડા સુધી બહાર ન મુકશો. કારણ કે ટેમ્પ્રેચરમાં સતત ફેરફાર થવાને કારણે તે જલ્દી જ ખરાબ થઈ જાય છે. આમ પણ દૂધ દહી દ્વારા બેક્ટેરિયા અને વાયરસ ખૂબ જલ્દી મલ્ટીપ્લાય થઈ જાય છે.
- ઈંડા, મીટ જેવી વસ્તુઓ પણ ગરમીમાં જલ્દી ખરાબ થઈ જાય છે. આવામાં ગરમીમાં નોન વેજિટેરિયન ફૂડ ઓછુ ખાવ.
- સેંડવિચમાં વપરાતી મિયોનીઝ અને ડ્રેસિંગ્સને ફ્રીજમાં જ મુકી રાખો. વાપર્યા પછી તરત જ ફ્રીઝમાં જ મુકી રાખો. બહારનુ જ્યુસ પણ ફૂડ પોઈઝનિંગનુ મોટુ કારણ છે.
- જો બહારનુ બનેલુ જ્યુસ થોડીવાર સુધી રાખેલુ છે તો તેનાથી તમને ઈંફેક્શન થઈ શકે છે.
- કાપેલા ફૂટ્સ અને શાકભાજી જો ઢાંકીને એયરટાઈટમાં ફ્રીઝમાં ન મુક્યા તો તેને ખાવાથી પણ ફૂડ પ્વોઈઝનિંગ થઈ શકે છે.
- ટામેટાની બનેલી વસ્તુઓ પણ ખૂબ મોડા સુધી બહાર ન મુકો. ઉલ્લેખનીય છે કે ટામેટા અને ડુંગળીની બનેલી વસ્તુઓ ખૂબ જલ્દી ખરાબ થઈ જાય છે. તેને ખાવાથી પણ ફૂડ પ્વોઈઝનિંગ થઈ શકે છે.