Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health tips - ખૂબ જ ગુણકારી છે તલ.. જાણો તલ વિશે

Health tips - ખૂબ જ ગુણકારી છે તલ.. જાણો તલ વિશે
, રવિવાર, 30 એપ્રિલ 2017 (08:12 IST)
ભારતીય ખાનપાનમાં તલનું  ખૂબ મહત્વ છે. શિયાળામાં તલ ખાવાથી લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે. તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહી પણ બીજા ઘણા રોગોમાં પણ લાભ મળે છે. 
 
તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન ,વિટામિન બી ,સી અને ઈ ઘણી  માત્રામાં હોય છે. સાથે જ શ્વાસ ફૂંલવી ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં લાભ થાય છે.  જો બાળક રોજ રાતે ઉંઘમાં પેશાબ કરે છે તો તેને તલના  લાડૂ દરરોજ રાત્રે સૂતા પહેલા ખવડાવી  દો. બાળક પથારીમાં પેશાબ નહી કરે. 
 
તલના તેલથી માથામાં માલિશ કરવાથી વાળનો જથ્થો વધે છે  અને ચમકદાર બને  છે અને વાળનું ખરવું ઓછુ થાય છે. આની સાથે કોઈ પણ રીતે વાગી ગયુ હોય તો તલના તેલના ફૂઆ રાખી પટ્ટી બાંધવાથી પણ શીઘ્ર લાભ થાય છે. જો તમને જૂની બવાસીર છે તો દરરોજ બે ચમચી કાળા તલને ચાવીને ખાવ અને પછી ઠંડુ પાણી પીવું. આવું રોજ કરવાથી જૂની બવાસીર પણ ઠીક થઈ જાય છે. ફાટેલી એડીઓ પર ગરમ તેલમાં  તેલ સિંધણ મીઠુ અને  મીણ મિક્સ કરી લગાવો તો ફાયદો થાય છે. તલને વાટી માખણ સાથે ચેહરા પર લગાવાથી ચેહરાનો રંગ નિખરે છે. 
 
20-25 ગ્રામ તલ ચાવીને ઉપરથી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો ઠીક થઈ જાય છે. જો તમને  ખાંસી છે તો તલનું  સેવન કરો ખાંસી ઠીક થઈ જશે.  જો સૂકી ખાંસી છે તો તલ અને સાકરને પાણીમાં ઉકાળી પીવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Care - તમારા period તમારા આરોગ્ય વિશે શુ કહી રહ્યા છે