Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેદો છે એક ધીમું ઝેર, જેનાથી થઈ શકે છે આ 7 રોગ

side effects eating maida

મેદો છે એક ધીમું ઝેર, જેનાથી થઈ શકે છે આ 7 રોગ
, મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (15:59 IST)
જે લોકો વજન ઓછું કરવાના પ્રયાસ કરે છે, એ મેંદાથી બનેલી વસ્તુઓ ખાતા નથી. મેદો દરેક કોઈના કિચનમાં જોવા મળી જાય છે જેનાથી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. પણ શું તમે વિચાર્યું છે કે મેદો તમારા સ્વાસ્થય માટે સારો છે કે નહી ? 
 
મેદો કે રિફાઈંડ ફ્લોરને જો તમે  દરરોજ તમારા આહારમાં શામેલ કરશો તો આ તમને તરત નુક્શાન નહી કરે. મેદાના સાઈડ ઈફ્ક્ટ હોય છે જે લાંબા સમય સુધી પ્રયોગ કર્યા પછી જ ખબર પડે છે. 










 

મેદો એક સાફ કરેલો ઘઉંનો લોટ છે, જેમાં ફાઈબર સમાપ્ત થઈ જાય છે પછી એને  benzoyl peroxide બ્લીચ કરાય છે જેને સાફ અને સફેદ રંગ અને ટેક્સચર અપાય છે. 
 
શું તમે જાણો છો કે ચાઈના અને યૂરોપીયન દેશમાં   benzoyl peroxideને બેંડ કરી દીધું છે કારણકે એનાથી સ્કિન કેંસર થઈ શકે છે. 
 
આવો જાણીએ મેદાના સ્વાસ્થય પર પડતા ખરાબ પ્રભાવ વિશે.... આગળ 

જાણપણું વધારે 
webdunia
વધારે મેદો  ખાવાથી શરીરનું વજન વધવું શરૂ થઈ જાય છે અને તમે જાડા થવા માંડો છો. આટલુ  જ નહી એનાથી કોલેસ્ટ્રોલનું લેવલ અને લોહીમાં ટ્રાઈગ્લીસરાઈડ પણ વધે છે. જો તમને વજન ઓછું કરવું છે તો તમારા ભોજનમાંથી મેંદાને હમેશા માટે હટાવી દો. 

પેટ માટે ખરાબ 
webdunia
મેદો પેટ માટે ખરાબ હોય છે કારણકે એમાં બિલકુલ  પણ ફાઈબર નથી હોતુ. જેનાથી કબજિયાત થવાની ફરિયાદ રહે છે. 

ફૂડ એલર્જી થાય છે 
webdunia
મેદામાં ગ્લૂટન હોય છે જે ફૂડ એલર્જીની સમસ્યા ઉભી કરે છે. મેદામાં ભારે માત્રામાં ગ્લૂટન હોય છે જે ભોજનને લચીલો બનાવીને એને નરમ ટેસ્ટ આપે છે. જ્યા બીજી બાજુ  ઘઉંના લોટમાં ખૂબ ફાઈબર અને પ્રોટીન હોય છે. 

હાડકાઓ નબળા થઈ જાય છે 
webdunia
મેદો બનાવતી સમયે તેમાંથી પ્રોટીન નીકળી જાય છે અને આ એસિડિક બની જાય છે જે હાડકાઓમાંથી કેલ્શિયમને ખેંચી લે છે જેનાથી હાડકા નબળા થઈ જાય છે.

રોગ થવાની શકયતા વધી જાય છે 
webdunia
મેદાના નિયમિત સેવનથી ઈમ્યૂન સિસ્ટમ નબળું થઈ જાય છે અને રોગ થવાની શકયતા વધવા માંડે છે. 

ડાયાબિટીસનું સંકટ  
webdunia
એને ખાવાથી શુગર લેવલ તરત જ વધી જાય છે.  કારણકે એમાં ખૂબ વધારે હાઈ ગ્લાઈસેમિક ઈડેક્સ હોય છે. તો જો તમે બહુ વધારે મેદાનું સેવન કરો છો તો એ ચિંતાની વાત છે. 

ગઠિયા અને હાર્ટનો રોગ 
webdunia
જ્યારે બ્લ્ડ શુગર વધે છે તો લોહીમાં ગ્લૂકોઝ જામવા માંડે છે. પછી એમાંથી શરીરમાં કેમિકલ રિએકશન થાય છે. જેથી સાંધા અને હાર્ટના રોગ થવા માંડે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉપવાસની વાનગી - કોકોનટ બોલ્સ