Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

આ કારણોસર પીઠમાં થાય છે દુ:ખાવો, ઉઠવુ-બેસવુ થઈ જાય છે મુશ્કેલ, Back Pain થી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

back pain
, સોમવાર, 3 માર્ચ 2025 (14:17 IST)
આપણે બધા ક્યારેક ને ક્યારેક કમરના દુ:ખાવાથી પીડાઈએ છીએ. પરંતુ, જો આ સમસ્યા તમને લાંબા સમય સુધી પરેશાન કરે છે, તો તમારે થોડું સાવધ રહેવું જોઈએ કારણ કે મામલો થોડો ગંભીર બની શકે છે. પીઠના દુ:ખાવાને અવગણવો જોઈએ નહીં કારણ કે તે તમારા હાડકાં અને ચેતાઓ સાથે સંબંધિત છે અને ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તો, ચાલો વિગતવાર જાણીએ કે કમરનો દુ:ખાવો કેમ થાય છે.
 
પીઠનો દુ:ખાવો થવાનુ કારણ 
સ્ટ્રેચ : કમરના  દુ:ખાવાનું એક સામાન્ય કારણ ખેંચાણ છે. ભારે વસ્તુઓ ઉઠાવવાથી કે ખેંચવાથી કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓ પર દબાણ આવે છે. વારંવાર તણાવ સ્નાયુઓમાં સ્ટ્રેચ માટે જોખમી પરિબળ છે.
 
ડિસ્ક સમસ્યા : કરોડરજ્જુ એકબીજા સાથે જોડાયેલા હાડકાંથી બનેલી હોય છે જે એકબીજાની ઉપર ઉભી હોય છે. બે સળંગ કરોડરજ્જુ વચ્ચે, એક ડિસ્ક હોય છે જે ગાદીની ભૂમિકા ભજવે છે. જ્યારે આમાંથી એક અથવા વધુ ડિસ્ક હર્નિયા થઈ જાય છે તો તે ફાટી જાય છે.  પીઠનો દુખાવો ત્યારે થાય છે, જ્યારે કોઈ નસ ઉભરાયેલી ડિસ્ક દ્વારા દબાઈ જાય છે. આવી સ્થિતિને સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે.
webdunia
સ્કોલિયોસિસ - સ્કોલિયોસિસમાં કરોડરજ્જુનુ હાડકુ અસામાન્ય રૂપથી એક તરફ વળી જાય છે. આ સ્થિતિ મઘ્ય આયુમાં થઈ  શકે છે અને સામાન્ય રીતે દર્દનાક હોય છે.  
 
ગઠિયા - ઑસ્ટિયોઆર્થરાઈટિસ પીઠ દર્દના મુખ્ય કારણોમાંથી એક છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે પીઠના  નીચલા ભાગમાં જોડોના કાર્ટિલેજ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.  ઑસ્ટિયોઆર્થરાઈટિસ સ્પાઈનલ સ્ટેનોસિસ માં પણ બગડી શકે છે. એક એવી સ્થિતિ જે કરોડરજ્જુના હાડકાને ચારેબાજુની જગ્યાને સંકોચાવાની વિશેષતા ધરાવે છે.  
 
ઓસ્ટિયોપોરોસિસ : ઓસ્ટીયોપોરોસિસને કારણે હાડકા પાતળા થવાને કારણે, કરોડરજ્જુમાં કશેરૂકાઓમાં નાના ફ્રેક્ચર (જેને કમ્પ્રેશન ફ્રેક્ચર પણ કહેવાય છે)નુ વધુ જોખમમાં થઈ શકે છે. આ ફ્રેક્ચર ખરેખર પીડાદાયક હોઈ શકે છે.
 
પીઠના દુ:ખાવાની સારવાર કેવી રીતે કરવી?
પીઠનો દુખાવો એક એવી સ્થિતિ છે જે સામાન્ય રીતે આપમેળે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો તે મટે નહીં તો તમે સારવાર કરી શકો છો. કમરના દુખાવાને દૂર કરવા માટે એક્યુપંક્ચર અથવા શિયાત્સુ થેરાપી પણ કરી શકાય છે. શિયાત્સુ, જેને ફિંગર પ્રેશર થેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં શરીરની ઉર્જા રેખાઓ સાથે આંગળીઓ, અંગૂઠા અને કોણી વડે દબાણ લાવવાનો સમાવેશ થાય છે. તેમજ સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવો. રોજિંદા કાર્યોમાં યોગ્ય રીતે ઉઠવુ અને અચાનક કોઈ પણ કામ કરવા બચવાથી પણ કમરના દુ:ખાવાથી બચવામાં મદદ મળી શકે છે. મતલબ કોઈ કામ યાદ આવે તો કેટલાક લોકો એકદમથી ઉભા થઈ જાય છે.. કે પછી એકદમ વળી જાય છે... આ કારણો બેક પેનનુ કારણ બની શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોજી પોટેટો બોલ્સ