Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hepatitis and pregnancy – જીવનભર માટે તમારા બાળકની રક્ષા કરો

Hepatitis and pregnancy
webdunia

ડૉ હૃષીકેશ પાઈ

, મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (15:57 IST)
Hepatitis and pregnancy
 Hepatitis and pregnancy  - હેપેટાઈટિસ એ લિવરનો એક પ્રકારનો ચેપ છે, જે વાયરસને કારણે થાય છે, જેનાં નામ છે હેપેટાઈટિસ એ, બી, સી, ડી અને ઈ. તમે જો ગર્ભવતી હો, તો તમે તમારા શિશુમાં તેનું પ્રસારણ કરી શકો છો, જો કે મોટા ભાગના કિસ્સાઓમાં તેનાથી તમારા શિશુ કે તમારા ગર્ભાવસ્થા પર અસર થતી
નથી.
 
હેપેટાઈટિસ બી તમારા શિશુ પર કેવી અસર કરે છે 
- હેપેટાઈટિસ બી લિવરના ચેપનો સૌથી સામાન્ય અને ગંભીર પ્રકાર છે. કેમ કે, આ વાયરસથી
સંક્રમિત થનારા મોટા ભાગનો લોકોમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી, આ પરિસ્થિતિ “મૂક
મહામારી” તરીકે ઓળખાય છે.
 
- તેના પરિણામે, લોકો તેમના સંપર્કમાં આવતી કોઈપણ વ્યક્તિમાં અજાણતા જ આ ચેપ ફેલાવે
છે.
- હેપેટાઈટિસ બી ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક સાબિત થઈ શકે છે કેમ કે ચેપગ્રસ્ક માતાથી
તેના શિશુને ચેપ લાગી શકે છે. સી-સેક્શન અથવા સામાન્ય જન્મ દરમિયાન આવું થઈ શકે
છે.
- વિવિધ અભ્યાસો અનુસાર, હેપેટાઈટિસ બી ધરાવતી 10માંથી 9 મહિલાઓ પોતાના
શિશુઓમાં તેના ચેપનો પ્રસાર કરે છે.
- હેપેટાઈટિસ બીનો ચેપ ધરાવતા નવજાત શિશુઓમાં 90% એવી શક્યતા રહે છે કે તેના કારણે
કાયમી-દીર્ઘકાલીન, જીવન સામે જોખમ ઊભું કરતી પરિસ્થિતિ વિકસી શકે છે. સારવાર
કરવામાં ન આવે તો તેમનામાં ચેપને કારણે લિવરની ગંભીર સમસ્યાઓ વિકસી શકે છે.
 
હેપેટાઈટિસ બીની તપાસણી - Getting Tested for Hepatitis B
 
દરેક ગર્ભવતી મહિલાએ જન્મ પૂર્વેની સંભાળના ભાગ રૂપે હેપેટાઈટિસ બી માટે બ્લડ ટેસ્ટ કરાવવો
જ જોઈએ. હેપેટાઈટિસ બીનું નિદાન થાય તો તમારા ડૉક્ટર હેપેટાઈટિસ બીની રસીની શ્રેણી આપી
શકે છે, જેથી માતાથી શિશુને થનારા સંક્રમણને રોકી શકાય.
 
તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે, આ વાયરસ અત્યંત ચેપી છે અને તે ચેપી વ્યક્તિના વીર્ય, લોહી
અથવા શરીરના અન્ય પ્રવાહીના સંપર્કમાં આવવાથી બીજી વ્યક્તિમાં સંક્રમિત થઈ શકે છે. આથી,
પિતા અથવા પરિવારના અન્ય સભ્યોએ પણ હેપેટાઈટિસ બીની તપાસણી કરાવવી જોઈએ અને
રસી લેવી જોઈએ.
 
હેપેટાઈટિસ બીથી તમારા શિશુનું રક્ષણ કરો - Protect Your Baby from Hepatitis B
 
- જન્મના 12 કલાકની અંદર, તમારા નવજાત શિશુને હેપેટાઈટ્સ બી રસીનો પહેલો ડૉઝ અને
એચબીઆઈજી (હેપેટાઈટિસ બી ઈમ્યુન ગ્લૉબ્યુલિન)નો શૉટ મળવો જોઈએ. એચબીઆઈજી
શૉટ જન્મ બાદ ટૂંક સમયમાં વાયરસ સામે લડવાની તમારા શિશુની ક્ષમતાને વધારે છે.
- જો  કે, આ રસી માત્ર એવા શિશુઓને જ આપવામાં આવે છે, જેમની માતા હેપેટાઈટિસ બી પૉઝિટિવ હોય. રસી અને એચબીઆઈજી ડૉઝનું સંયોજન કરવામાં આવે છે ત્યારે, નવજાત શિશુને આ વાયરસનો ચેપ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે.
- ચેપ લાગવાનું ટાળવા માટે, તમારા શિશુને હેપેટાઈટિસ બીની બધી રસીઓ મળવી જ જોઈએ. તમારા શિશુના વજન અને રસીના પ્રકારના આધારે ત્રણ કે ચાર ડૉઝની શ્રેણી આપવામાં આવે છે.
- તમારા શિશુને પહેલો શૉટ જન્મ વખતે, બીજો એક કે બે મહિને અને છેલ્લો છઠ્ઠા મહિને મળશે. તમારા નવજાત શિશુને શૉટ માટે ક્યારે લઈ આવવા એ વિશે તમારા ડૉક્ટરની સલાહ લો.
- તમારા બાળકને એકવાર બધી જ રસી મળી જાય એ પછી તેમની તપાસણી કરાવો. બ્લડ ટેસ્ટથી એ નક્કી થઈ જાય છે તે તમારૂં બાળક હેપેટાઈટિસ બીથી ચેપમુક્ત છે કે નહીં.
- સામાન્યપણે, શૉટ્સ પૂરા થયાના બે મહિના પછી બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. બ્લડ ટેસ્ટ કરાવતા પહેલા બાળક નવ મહિનાનું હોય એ જરૂરી છે.
રસી પછી સ્તનપાન
-  સ્તનપાન કરાવવાથી તમારા શિશુને વાયરસનું જોખમ રહેતું નથી. તમારા શિશુને જન્મના 12 કલાકની અંદર હેપેટાઈટિસ બી રસી અથવા એચબીઆઈજીનો પહેલો શૉટ મળ્યો હોય તો કોઈ પ્રતિબંધ રહેતો નથી.
- તમારા સ્તન પર ખૂલ્લો ઘા કે સ્તનની ટીંટડી પર તિરડો હોય તો, તમારા ડૉક્ટર પાસેથી જાણી લેવું કે તમે સ્તનપાન કરાવી શકો કે નહીં.
 
તમારી પોતાની સારસંભાળ
 
તમારા લિવરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા તથા સારવારની જરૂર છે કે નહીં કે જાણવા માટે તમને થોડા વધુ ટેસ્ટ્સ કરાવવાની જરૂર પડી શકે છે. એન્ટિવાયરલ દવાઓ હેપેટાઈટિસ બીની સારવારમાં મદદ કરી શકે છે, પણ ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ ઓટીસી દવાઓ, વિટામિન્સ અથવા સપ્લીમેન્ટ્સ લેતા પહેલા તમારા ડૉક્ટરને પૂછી લેવું સારૂં, કેમ કે કેટલીક દવાઓ તમારા ગર્ભને નુકસાન કરી શકે છે.
 
હેપેટાઈટિસ સી તમારા શિશુ પર કેવી અસર કરે છે How Hepatitis C Affects Your Baby?
- લોહી અથવા ચેપગ્રસ્ત સોય કે પછી ચેપી દૂષિત ખોરાક ખાવાથી તમે આ વાયરસથી સંક્રમિત થઈ શકો છો. મોટા ભાગના લોકોને એક જ સોયનો ઉપયોગ કરવાથી અથવા ઈન્જેક્ટ કરવાના સાધનોના ઉપયોગને કારણે આ ચેપ લાગતો હોય છે.
 - હેપેટાઈટિસ લી ધરાવતી માતાને જન્મતાં 20માંથી એક નવજાત શિશુને આ વાયરસનો ચેપ લાગી શકે છે. આ ચેપ ગર્ભમાં, સુવાવડ સમયે અથવા જન્મ પછી લાગી શકે છે. 
- આ રોગ સામાન્યપણે શિશુને સુવાવડ પહેલા અસર કરતો નથી. તમારા શિશુને આ વાયરસ સ્તનપાનથી લાગતો નથી, પણ તમારા સ્ટનની ડિંટડીમાં તિરાડ હોય અથવા તેમાંથી લોહી નીકળતું હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો કેમ કે આ ચેપ લોહીના માધ્યમથી ફેલાઈ શકે છે.
  
હેપેટાઈટિસ સી માટે ટેસ્ટ અને સંભાળ
મોટા ભાગના ડૉક્ટરો શિશુના જન્મના 18 મહિના પછી ટેસ્ટિંગ કરાવવાની ભલામણ કરે છે, કેમ કે નવજાત શિશુમાં માતાના હેપેટાઈટિસ વાયરસ ઍન્ટિબૉડીઝ હોય છે. આથી આ પહેલા ટેસ્ટિંગ કરાવવાથી કોઈ મદદ નહીં મળે. નવજાત શિશુ ચેપગ્રસ્ત નહીં હોય તો પણ ટેસ્ટમાં તેને ચેપ હોવાનું જ દેખાશે.
  
તમે શું કરી શકો છો ? 
ગર્ભાવસ્થા દરમિયાન, ડૉક્ટરો સામાન્યપણે હેપેટાઈટિસની ચકાસણી કરતા નથી. આ ચેપ હોવાની શંકાનું કોઈપણ કારણ તમને લાગતું હોય તો, જેમ કે ડ્રગ્સનો ઉપયોગ અથવા આ પરિસ્થિતિ હોય એવી વ્યક્તિ સાથે સંભોગ કર્યો હોય. 
 
તમને સારૂં લાગતું હોય તો પણ, આ ટેસ્ટ કરાવી લેવું. હેપેટાઈટિસ પાંચમાથી ચાર વ્યક્તિને અસર કરે છે અને આમ છતાં આ ચારેય વ્યક્તિમાં કોઈ લક્ષણો ન દેખાય એવું પણ બની શકે છે.
 
તમે ગર્ભવતી હો ત્યારે ડૉક્ટર હેપેટાઈટિસ માટે તમારી સારવાર કરે એવી શક્યતા ઓછી છે કેમ કે દવાનો ઉપયોગ શિશુમાં જન્મ સમયે --- સર્જી શકે છે.
 
ગર્ભાવસ્થા દરમિયાન હેપેટાઈટિસ સાથે કામ પાડવાનો સૌથી સરળ માર્ગ છે, તેની રોકથામ. જો કે દરેક પ્રકારના હેપેટાઈટિસને રોકી શકાતા નથી, પણ હેપેટાઈટિસ એ અને બી માટે સુરક્ષિત અને અસરદાર રસીઓ ઉપલબ્ધ છે. હેપેટાઈટિસ સીના મોટા ભાગના પ્રકારો માટે, હાલ એક અસરકારક સારવાર છે. ગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા, તે માતા અને શિશુ બંને માટે જોખમ ઘટાડી શકે છે.
  
કેટલીક પરિસ્થિતિઓમાં, સારવારના અનેક વિરલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. અન્ટ કિસ્સાઓમાં, યોગ્ય દેખરેખ તમારા અથવા તમારા શિશુના સ્વાસ્થ્ય સામે કોઈપણ સંભવિત જોખમ બાબતે તમારા ડૉક્ટરને સજ્જ રાખી સકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breastfeeding- નવજાત માટે સ્તનપાનના જાણો અઢળક