Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાલી પેટ લીંબૂ પાણી પીવાથી રોગ રહેશે દૂર જાણો આ 6 ફાયદા

ખાલી પેટ લીંબૂ પાણી પીવાથી રોગ રહેશે દૂર જાણો આ 6 ફાયદા
, શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (19:56 IST)
લીંબૂ ભોજનના સ્વાદતો વધારે છે. સલાદ કે ચાટકે શાક પર લીંબૂ નિચોડીને ખાવાથી જુદા જ મજો છે. ગર્મીના મૌસમમાં તો લીંબૂ ખાવાની સાથે-સાથે લીંબૂ પાણી પીવાથી પણ બહુ જ ફાયદો મળે છે. તેનાથી તરસ તો બૂઝી જાય છે સાથે-સાથે આ તાજગી પણ બનાવી રાખે છે. આમ તો લીંબૂ પાણીનો સેવન દિવસમાં 2 વાર જરૂર કરવું જોઈએ પણ જો દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરશો તો તેનાથી બહુ ઘણા ફાયદા મળી શકે છે. 
1. પાચન ક્રિયા સરસ 
સવારે હૂંફાણા પાણીમાં લીંબૂ અને મધ નાખી પીવાથી શરીરમાં પાચક રસ બનવું શરૂ થઈ જાય છે . તેનાથી ભૂખ લાગવી શરૂ થઈ જાય છે અને આ પાચન ક્રિયાને સર્સ રાખવામાં પણ મદદગાર છે. 
 
2. વિટામિન સી થી ભરપૂર 
શરીર માટે વિટામિન સી બહુ જરૂરી છે. તેનાથી રોગોથી લડવામાં મદદ મળે છે. સવારના સમયે તેનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા સરસ થઈ જાય છે . જે નાની નાની ઈંફેક્સ્શન જેમકે શરદી, ખાંસી અને જુકામથી બચાવી રાખે છે. 
 
3. ત્વચામાં નિખાર 
તેમાં એંટી ઓક્સીડેંટના ગુણ હોય છે. જે ત્વચામાં નિખાર બનાવી રાખે છે. જેનાથી ત્વચાના ડાઘ ધબ્બા સાફ થઈ જાય છે . 
 
4. મોઢાની દુર્ગંધ દૂર
લીંબૂ પાણી મોઢાની દુર્ગધને દૂર કરવામાં મદદગાર છે. આ બૉડીને ડિટાક્સ કરવાનો કામ કરે છે. 
 
5. વજન ઓછું કરે 
જાડાપણથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી, લીંબૂ અને મધનો સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઓછી થવા શરૂ થઈ જાય છે. તેનાથી મેટાબાલિજમ પણ વધે છે. 
 
6. સાંધાના દુખાવાથી રાહત 
સાંધાના દુખાવાથી પરેશાન છો તો સવારે લીંબૂ પાણી પીવું શરૂ કરી દો. તમારા માટે ફાયદાકારી રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાતે ખાવ ફક્ત 2 ઈલાયચી... પછી જુઓ તેના ફાયદા