Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાત ખાવાનો શોખ છે તો થઈ જાવ સાવધાન, હ્રદયરોગનું જોખમ વધી શકે છે

ભાત ખાવાનો શોખ છે તો થઈ જાવ સાવધાન, હ્રદયરોગનું જોખમ વધી શકે છે
, શનિવાર, 8 ઑગસ્ટ 2020 (23:02 IST)
જો તમને પણ ખાવામાં રોટલી કરતા ભાત વધુ પસંદ છો. તો તમારા માટે એક  ખરાબ સમાચાર છે. વધુ ચોખા ખાવાથી હ્રદયરોગનું જોખમ વધી શકે છે. તાજેતરના એક સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભાત વધુ ખાવાથી વિશ્વભરમાં 50,000 એવી મોત થાય છે જેને રોકી શકાતી હતી. 
 
મુખ્ય ભોજન છે ભાત 
 
ભાત એ વિશ્વભરમાં સૌથી વધુ વપરાશમાં આવનારુ ભોજન છે. વિશ્વભરમાં લગભગ 3 અબજ લોકો નિયમિતપણે ચોખાનું સેવન કરે છે. જોકે  નિષ્ણાતો માને છે કે ચોખામાં ઈનઓર્ગેનિક આર્સેનિકની માત્રા ઓછી હોવાને કારણે  આ અનાજ દર વર્ષે વિશ્વભરમાં હજારો મૃત્યુનું કારણ બને છે.
 
ઝેર છે ઈનઓર્ગેનિક આરસેનિક 
 
ઈનઓર્ગેનિક આરસેનિક એ એક કારસિનોજેન  કેમિકલ છે જેને ઝેર તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી હૃદયરોગ અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે. જો
ઓછી માત્રામાં પણ, આ કેમિકલનુ  લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો પણ આ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે.
 
યૂનિવર્સિટી ઑફ મૈનચેસ્ટર અને યૂનિવર્સિટી ઓફ સાલફોર્ડના વૈજ્ઞાનિકોએ ચોખાનુ સેવન અને હ્રદયરોગોની વચ્ચે સંબંધોની તપાસ કરી. શોધકર્તા ડેવિટ પોલયાએ કહ્યુ, આ શોધથી જાણ થાય છે કે ઈગ્લેંડ અને વેલ્સમાં ભાત ખાનારા 25 ટકા લોકોમાં હ્રદયરોગને કારણે મોતનુ જોખમ અન્ય લોકોની તુલનામાં ખૂબ વધુ હોય છે  ચોખા ખાનારાઓમાં આ જોખમ છ ટકા સુધી વધુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health tips - આજની હેલ્થ ટિપ્સ શરદી ખાંસીથી બચવા માટે