શિમલા મરચામાં લ્યૂટીન (Lutein) અને જિએક્સજેન્થીન(zeaxanthin) નેચરલ કંપાઉડ્સ હોય છે. શિમલા મરચાની વિશેષતા એ છે કે આ કેલોરીમાં ઓછી હોય છે શિમલા મરચા હલકી ફુલકી હોવાની સાથે ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે
શિમલા મરચા તો દરેકે જોયા જ હશે. ખાધા પણ હશે પણ તમે તેના અણમોલ ગુણ વિશે નહી જાણતા હોય. મોતિયો(કૈટરેક્ટ) અને મૈક્યૂલર ડીજનરેશન જેવી સમસ્યાઓને રોકવા માટે શિમલા મરચુ ખૂબ ખાસ હોય છે. કેમ હોય છે ખાસ જાણવા માંગશો ? વૈજ્ઞાનિક અને હર્બલ મેડિસિન એક્સપર્ટ મુજબ શિમલા મરચામાં લ્યુટીન (Lutein)અને જિએક્સજેન્થીન (zeaxanthin), આ બે એવા નેચરલ કંપાઉડ્સ છે જે આંખોના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને કંપાઉડ્સ સારા એંટીઓક્સીડેટ્સ છે અને આંખોના આરોગ્ય માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ દુર્ભાગ્યવશ આ આપણા શરીરમાં બનતા નથી. આની પૂર્તિ આપણે સારા ખાનપાનથી જ કરી શકીએ છીએ.
શિમલા મરચા ઉપરાંત બીજા અન્ય ફળ અને શાકભાજી છે જેમા આ બંને એંટીઓક્સીડેટ્સ જોવા મળે છે. પણ શિમલા મરચાની વિશેષતા એ છે કે આ કેલોરીમાં ઓછા હોય છે અને હલકા ફુલકા હોવાની સાથે ઘણા બધા વિટામિન્સથી ભરપૂર છે અને સૌથી ખાસ વાત એ છે કે ડાયબેટિક્સ પણ તેને શોખથી ખાઈ શકે છે. જો કે આંખો સાથે જોડાયેલ આ સમસ્યાઓ (કૈટરેક્ટ અને મૈક્યૂલર ડીજનરેશન)ના મુખ્ય કારણોમાંથી એક ડાયાબિટીસ જ છે. તેથી શિમલા મરચા એક સારુ ઓપ્શન છે.
કેપ્સિકમ કેવી રીતે અને કેટલું ખાવું ?
અઠવાડિયામાં 2-3 વખત કેપ્સિકમ પણ ખાઓ, તમે તેને કોઈપણ રીતે ખાઈ શકો છો, જેમ કે શાક બનાવીને, સલાડ તરીકે અથવા તેને સૂકવીને. તમે લીલું કે લાલ કે પીળું કેપ્સિકમ, જે તમને સરળતાથી મળે તે ખાઈ શકો છો. જો તમારે 'બોલગાર્સકે સુખોય' બનાવવું હોય તો કેપ્સિકમને લાંબા આકારમાં કાપીને બે દિવસ તડકામાં સૂકવી, એક દિવસ છાંયડામાં ફેલાવીને કન્ટેનરમાં મૂકી દો. જ્યારે તમે ખાવાના મૂડમાં હોવ ત્યારે તમે ચાટ મસાલો ઉમેરીને ખાઈ શકો છો.