Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ? જાણો યોગ્ય સમય અને યોગ્ય રીત

vitamin D
, બુધવાર, 13 ડિસેમ્બર 2023 (17:37 IST)
vitamin D
વિટામીન ડી એક એવુ વિટામિન છે જે શરીરમાં મેસેજિંગ પાવર વધારવામાં મદદ કરે છે. એટલે કે વિટામિન તમારે માટે ન્યૂરોટ્રાંસમીટરની જેમ કામ કરે છે અને બ્રેનથી લઈને શરીરના દરેક અંગ સુધી મૈસેજિંગનુ કામ કરે છે. આ ઉપરાંત તે હાર્મોનલ હેલ્થને પણ સારુ બનાવવામાં મદદ કરે છે. જે લોકોમાં આ વિટામિનની કમી હોય છે તેમનુ માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. સાથે જ વિટામિન ડી શરીરમાં ડોપામાઈનના લેવલને પણ પ્રભાવિત કરે છે અને ડિપ્રેશન જેવા મનોરોગોનુ કારણ બની શકે છે.  આવામાં જરૂરી છે કે તમે વિટામિન ડી ની કમીથી બચો અને તડકો તમને આ કામમાં મદદ કરી શકે છે. 
 
તડકામાં કેવી રીતે મળે છે વિટામિન ડી 
જ્યારે આપણી સ્કિન સૂરજની રોશનીના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે. ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળનારી અલ્ટ્રાવાયલેટ બી કિરણો સ્કિન સાથે સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે.  ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળનારી અલ્ટ્રાવાયલેટ બી કિરણો સ્કિન સાથે 
સંષ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે. આ દરમિયાન તમામ કોશિકાઓ આ કિરણોને પોતાની અંદર સમેટે છે અને આ કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે. 
 
તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ?
તડકામાં વિટામિન ડી સવારનો પ્રથમ સૂર્યપ્રકાશ દરમિયાન મળી રહે છે. એટલે કે તમને સવારે 6 થી 9:30 સુધી સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ B કિરણો મળશે. આ પછી આ કિરણો સૂર્યમાં રહેતી નથી અને જો તમે આ ટાઈમ પછી તડકામાં બેસી જાવ તો પણ તેનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી.
 
વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે લેવો?
તમે દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ તડકામાં બેસીને વિટામિન ડી પણ લઈ શકો છો. આવું કરવુ તમારા મગજ, ઊંઘ, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સવારે સૌપ્રથમ સૂર્યપ્રકાશ લો અને ખુદને ઘણા રોગોથી બચાવો.
 
વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે મેળવવો?
તમે દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ તડકામાં બેસીને વિટામિન ડી પણ લઈ શકો છો. આવું કરવાથી તમારા મગજ, ઊંઘ, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સવારે સૌપ્રથમ સૂર્યપ્રકાશ લો અને પોતાને ઘણા રોગોથી બચાવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Horse Day- શું તમે ક્યારેય બેસતો ઘોડો જોયો છે? આ રીતે તેઓ ઉભા રહીને તેમની ઊંઘ પૂરી કરે છે