Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંખો પર ચઢેલા ચશ્મા ઉતારવામાં મદદ કરશે આ 14 ટિપ્સ

આંખો પર ચઢેલા ચશ્મા ઉતારવામાં મદદ કરશે આ 14 ટિપ્સ
, શનિવાર, 2 જાન્યુઆરી 2016 (10:51 IST)
ઓછી વયમાં ચશ્મા લાગી જવા આજકાલ એક સામાન્ય વાત બની ગઈ છે. આ સમસ્યા સામે લડી રહેલા લોકો તેને મજબુરી સમજીને કાયમ માટે અપનાવી લે છે. પણ એવુ નથી કે જો કોઈ કારણથી એકવાર ચશ્મા લાગી જાય તો તે ઉતરી નથી શકતો.  ચશ્મા લાગવાનુ સૌથી મુખ્ય કારણ આંખની સારી રીતે દેખભાલ ન કરવી. પોષક તત્વોની કમી કે આનુવંશિક હોઈ શકે છે. તેમાથી આનુવાંશિક કારણને છોડીને અન્ય કારણોથી લાગેલ ચશ્મા યોગ્ય દેખરેખ અને ખાનપાનનુ ધ્યાન રાખવાની સાથે જ દેશી નુસ્ખા અપનાવીને ઉતારી શકાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા જે આંખોની સમસ્યામાં રામબાણની જેમ કામ કરે છે. 
 
1. પગના તળિયે સરસિયાના તેલની માલિશ કરીને સૂવો. સવારના સમયે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલો અને નિયમિત રૂપે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો. આંખની નબળાઈ દૂર થઈ જશે. 
2. એક ચણાના દાણા જેટલી ફટકડીને સેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાખીને મુકી દો. રોજ રાત્રે સૂતી વખતે આ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખો. સાથે જ પગના તળિયા પર ઘીની માલિશ કરો તેનાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે. 
3. આમળાના પાણીથી આંખો ધોવાથી કે ગુલાબજળ નાખવાથી આંખો સ્વસ્થ રહે છે. 
4. બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સમાન પ્રમાણમાં ભેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચી માત્રામં એક ગ્લાસ દૂધ સાથે રાત્રે સૂતા સમયે લો. 
5. બેલપત્રનો 20થી 50 મિલી. રસ પીવાથી અને 3થી 5 ટીપા આંખોમાં કાજળની જેમ લગાવવાથી રતાંધાગળા રોગમાં આરામ મળે છે. 
6. આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી પડવુ, આંખ આવવી, આંખોની દુર્બળતા વગેરે થતા રાત્રે આઠ બદામ  પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પી જાવ. 
 


webdunia
7. કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારી છે. શેરડીનો રસ પીવો. એક લીંબૂ એક ગ્લાસ પાણીમાં પીતા રહેવાથી જીવનભર નેત્ર જ્યોતિ બની રહે છે. 
8. હળદરની ગાંઠને તુવેરની દાળમાં ઉકાળીને છાયડામાં સુકાવીને પાણીમાં ઘસીને સૂર્યાસ્ત પહેલા દિવસમાં બે વાર આંખમાં કાજળની જેમ લગાવવાથી આંખની લાલિમા દૂર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે. 
9. સવારના સમયે ઉઠીને કોગળા કર્યા વગર મોઢાની લાળ(Saliva) પોતાની આંખમાં કાજળની જેમ લગાવો. સતત 6 મહિના કરતા રહેવાથી ચશ્માનો નંબર ઓછો થઈ જાય છે. 
10. કાનપટ્ટી પર ગાયના ઘીને હળવે હાથથી રોજ થોડીવાર મસાજ કરવાથી આંખોની રોશની વધે છે. 
 
webdunia
11.  રાત્રે સૂતી સમયે એરંડીનુ તેલ કે મઘ આંખોમાં નાખવાથી આંખોની સફેદી વધે છે. 
12. લીંબૂ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્સ કરીને બનાવેલ મિશ્રણને એક એક કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોને ઠંડક મળે છે. 
13. ત્રિફળા ચૂરણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણીથી આંખો ઘોવાથી નેત્રજ્યોતિ વધે છે. 
14. બદામની ગિરી, મોટી વરિયાળી અને ખાંડને સમાન માત્રામાં મિક્સ કરી લો. રોજ આ મિશ્રણને એક ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધ સાથે રાત્રે સૂતા સમયે લો.   
 

Share this Story:

Follow Webdunia gujarati