Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરીરમાંથી એકસ્ટ્રા પ્યૂરિનને શોષી લેશે આ 2 વસ્તુઓ, યૂરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી

શરીરમાંથી એકસ્ટ્રા પ્યૂરિનને શોષી લેશે આ 2 વસ્તુઓ, યૂરિક એસિડના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી
, બુધવાર, 22 માર્ચ 2023 (13:20 IST)
યૂરિક એસિડનો ઘરેલુ ઈલાજ - પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનુ જ્યારે સેવન કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં પ્યૂરિનન્બી માત્રા વધવા માંડે છે. આવામાં જરૂરી એ હોય છે કે તમે તેને શરીરમાં જમા થવા ન દેશો અને તેને શરીરમાંથી બહાર કાઢવાની કોશિશ કરો. આ કામમાં કેટલાક ઘરેલુ ઉપાય તમને કામ આવી શકે છે. જેવા કે બેકિંગ સોડા અને ઓટ્સનુ સેવન કરો. તો આવો અમે તમને બતાવીએ છે કે વધેલા યૂરિક એસિડમાં તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. 
 
શરીરમાંથી એકસ્ટ્રા પ્યુરિનને શોષી લેશે આ 2 વસ્તુઓ - Home remedy for uric acid stones
 
 1. યૂરિક એસિડમાં ઓટ્સ - Oats for Uric acid
યૂરિક એસિડની સમસ્યામાં તમે ઓટ્સનુ સેવન કરી શકો છો. જી હા ઓટ્સમાં ફાઈબરની સારી માત્રા હોય છે જે શરીરમાંથી પ્યુરિનને શોષી લેવાનુ કામ કરે છે. તેને એવી રીતે સમજો કે જ્યારે શરીર પ્રોટીનના વેસ્ટના રૂપમાં પ્યુરિનને કાઢે છે તો ઓટ્સનુ ફાઈબર તેને પોતાની સાથે બાંધી લે છે અને પાણીને શોષીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તો જો તમને હાઈ યૂરિક એસિડની સમસ્યા રહે છે તો તમારે નાસ્તામાં ઓટ્સ ખાવા જોઈએ 
 
2. યૂરિક એસિડમાં બેકિંગ સોડા - Oats for baking soda
 
 યૂરિક એસિડમાં બેકિંગ સોડાનુ સેવન, પ્યુરિન પચાવવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બેકિંગ સોડા શરીરમાંથી વધેલા પ્યુરિનને શોષી લે છે. સાથે જ આ બેકિંગ સોડા એક એક્ટિવેટરની જેમ કામ કરે છે અને પ્યુરિનની પથરીઓને પચાવવામાં મદદ કરે છે. તેનાથી કેલ્શિયમ ઑક્સલેટના આ પત્થર પિગળવા માંડે છે અને શરીરમાંથી બહાર નીકળી જાય છે. 
  
તો જો તમને વધેલા યૂરિક એસિડની સમસ્યા રહે છે તો તમે આ ઉપાયોને એકવાર અજમાવવા જોઈએ. આ શરીરમાં  તેના વધેલા લેવલને ઘટાડવામાં મદદ કરશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Earthuake Safty tips- ભૂકંપ આવે ત્યારે શું કરવું?